પુનિતનગરમાં પાર્ક ખાનગી બસમાંથી તસ્કરો 300 લિટર ડીઝલ ચોરી ગયા

પુનિતનગરમાં પાર્ક ખાનગી બસમાંથી તસ્કરો 300 લિટર ડીઝલ ચોરી ગયા

રાજકોટ શહેરના પુનિતનગરમાં પાર્ક કરાયલી ખાનગી બસની ટેન્ક ખોલી તસ્કરો રાત્રીના 300 લિટર ડીઝલ ચોરી કરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તેમજ લક્ષમણ ટાઉનશિપમાં મધરાત્રીના નિદ્રાધીન મહિલાના ઘરમાં ઘૂસી પાડોશી શખ્સ રૂ.10 હજાર તફડાવી ગયો હતો.મનહર પ્લોટમાં રહેતા અને મનીષ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ્સ ચલાવતા દર્શનભાઇ મનીષભાઇ જયશ્વાલે (ઉ.વ.29) ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દર્શનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની એક બસનો ચાલક શિવાનંદ મુથેએ બસમાં 450 લિટર ડીઝલ પુરાવ્યું હતું અને રાત્રે પુનિતનગરની વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પર રાત્રે બસ પાર્ક કરી હતી, બીજા દિવસે તા.13ના શિવાનંદ બસ પાસે જતાં બસનું ડીઝલ ટેન્કનું ઢાંકણ ખુલ્લું દેખાયું હતું અને બસ ચાલુ કરતાં જ ડીઝલનો કાંટો નીચે આવી ગયો હતો, તપાસ કરતા ટેન્કમાંથી તસ્કરો રૂ.27600ની કિંમતનું 300 લિટર ડીઝલ ચોરી ગયા હતા. આ મામલે ટ્રાવેલ્સ સંચાલકને જાણ કરતાં અંતે દર્શનભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow