કપૂરનુ તેલ રોકશે હેર ફૉલ, આવશે નવા વાળ, આ છે બનાવવાની રીત

કપૂરનુ તેલ રોકશે હેર ફૉલ, આવશે નવા વાળ, આ છે બનાવવાની રીત

આજકાલ વાળ ઉતરવા એક સામાન્ય પરેશાની થઇ ગઇ છે. વાળ ખરવા પાછળ ઘણા કારણો જેવા કે ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાન-પાન હોઇ શકે છે. મોટાભાગના લોકો હેર ફૉલને રોકવા માટે ઘણી બધી મોંઘી દવા લગાવે છે, ત્યારબાદ મોટાભાગના લોકોના વાળ વ્હાઈટ થાય છે. વાળમાં હેર ગ્રોથ માટે કપૂર ઘણુ સારું છે. આજે અમે તમને કપૂરનુ તેલ બનાવવાની વિધિ જણાવીશુ, જેને લગાવ્યાં બાદ તમારા વાળના હેર ગ્રોથ સિવાય ઘણા બધા ફાયદા મળશે.

કપૂર લગાવવાના ફાયદા

કપૂર અથવા પછી કપૂરનુ તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીજથી ભરપૂર હોય છે. આ ઉપરાંત આ સ્કેલ્પ માટે ડિટોક્સીફાયર પણ કામ કરે છે. મહત્વનું છે કે, કપૂર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી હેર ગ્રોથ થવામાં મદદ થાય છે. આ ઉપરાંત તેને લગાવવાથી વાળ ઓછા ઉતરે છે અને વાળમાંથી સ્પિલિટ એડ્સની સમસ્યા પૂરી થાય છે. જો તમારા વાળમાં શુષ્કતા અને ડેન્ડ્રફની સમસ્યા છે તો તમે કપૂરનુ તેલ લગાવી શકો છો. જેનાથી તમને આ પરેશાનીમાંથી ઘણો આરામ મળશે.

આ રીતે બનાવો કપૂરનુ તેલ

હેર ગ્રોથ માટે તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. જેને બનાવવા માટે ધીમા તાપે નારિયેળના તેલને ગરમ કરો. ત્યારબાદ બંધ કરીને તેમાં કપૂર નાખો અને તે ઓગળી જાય ત્યાં સુધી રાહ જોવો. કપૂરનુ તેલ તૈયાર છે. તમે આ ગરમ તેલને વાળ પર ના લગાવશો. થોડી વાર રાહ જોવો. જ્યારે તેલ ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow