બાળકો સાથે સૂવું અસ્તિત્વ અને લાગણી માટે ખૂબ જરૂરી

બાળકો સાથે સૂવું અસ્તિત્વ અને લાગણી માટે ખૂબ જરૂરી

દરેક માતા-પિતા મધ્યરાત્રિમાં બાળકોના પથારીમાં આવીને જગાડવાના અહેસાસને જાણે છે. પરંતુ આવું કેમ છે કે બાળકો આપણી સાથે સૂવા માંગે છે? વૈજ્ઞાનિક રીતે માણસોને અસ્તિત્વ, ઉત્સાહ અને સ્નેહ માટે બાળકો સાથે સૂવું જરૂરી છે. મનુષ્યના બાળકોનું અન્ય પ્રાણીઓના બાળકોની સરખામણીમાં વધુ અતિવિકસિત હોવાને કારણે તેને વધુ કાળજીની જરૂર હોય છે. જો કે, બાળકો સાથે સૂવું હંમેશા આધુનિક જીવનની વાસ્તવિકતા સાથે સુસંગત નથી હોતું. ખાસ કરીને તે માતા-પિતા માટે જેને બીજા દિવસે કામ પર જતા પહેલા આગલી રાત્રે સારી ઊંઘ લેવી જરૂરી છે. એવામાં સાથે સૂવુંએ દરેકના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. માનવ ઇતિહાસમાં હજુ થોડા સમય પહેલા બાળકોએ માતા-પિતાથી અલગ સૂવાનું શરૂ કર્યું છે. યુરોપના મધ્યકાલીન ઇતિહાસમાં સૂવુંએ સામાજિક અને સામુદાયિક ક્રિયા હતી.

સૂવાને કુટુંબ કે સામાજિક એકમના રૂપમાં સાથે કરવામાં આવતી પ્રક્રિયા તરીકે જોવાતું હતું. એવામાં તમારા બેડરૂમમાં કોઈનું આવન-જાવન એક સામાન્ય બાબત હતી. ત્યાં સુધી કે તે સમયે પરિવારના ઘણા સભ્યો પણ એક જ પથારીમાં સાથે સૂવાનું પસંદ કરતાં હતાં. સાથે સૂવાને સામાન્ય રીતે વ્યક્તિગત સુરક્ષા વધારવા માટે અને સંસાધનોના સંરક્ષણની એક રીત તરીકે જોવામાં આવતું હતું. 15મી સદીમાં સમાજની પ્રગતિ સાથે અલગ-અલગ સૂવું સામાન્ય બન્યું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow