રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ જીવલેણ

રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ જીવલેણ

જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમે દરરોજ રાત્રે 5 કલાક અથવા તો તેનાથી પણ ઓછા સમયની ઊંઘ લો છો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એક્સપર્ટ મુજબ આ રુટિન તમને કમ સે કમ બે ગંભીર બીમારીઓનો શિકાર તો બનાવી જ દેશે. આ અમે નથી કહેતા પણ આ દાવો પ્લોસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે.

25 વર્ષથી ચાલી રહ્યું છે આ સંશોધન
આ સંશોધનમાં બ્રિટનનાં 8 હજાર સરકારી કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોને 50 વર્ષની ઉંમર સુધી કોઈપણ ક્રોનિક એટલે કે લાંબા સમયની બીમારી થઈ નથી. આ લોકોની ઊંઘને જ્યારે ટ્રેક કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે, જે લોકો 5 કલાક કે તેથી ઓછા સમય માટે ઊંઘ લેતા હતા તેમના પર જીવલેણ બીમારીઓનું જોખમ 30% હતું. જો આ લોકો 60 વર્ષની ઉંમર સુધી આ જ રુટિન ફોલો કરે તો જોખમ 32% અને 70 વર્ષની ઉંમર સુધી ફોલો કરે તો જોખમ 40% સુધી વધી જતું હતું. યોગ્ય ઊંઘ ન લેવાના કારણે મોતનું જોખમ પણ માથે મંડરાય છે.‌

ઓછી ઊંઘનાં કારણે આ બીમારીઓનું જોખમ રહે
સંશોધન મુજબ 5 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લેનારા લોકો ડાયાબિટીસ, અમુક પ્રકારનાં કેન્સર, હૃદયની બીમારી, હાર્ટ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, ફેક્સા સાથે જોડાયેલી બીમારી, કિડનીની બીમારી, લિવરની બીમારી, ડિપ્રેશન, ભૂલવાની બીમારી, આર્થરાઈટિસ અને અનેક પ્રકારનાં માનસિક વિકારોનું જોખમ રહે છે.

શ્રીમંત દેશોમાં વધી રહ્યું છે ગંભીર બીમારીઓનું ચલણ
આ સંશોધનની પ્રમુખ લેખિકા અને યૂસીએલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીમાં રિસર્ચ એસોસિએટ ડૉ. સેવરિન સેબિયા કહે છે કે, એકસાથે અનેક ગંભીર બીમારીઓ થવા પાછળનો ટ્રેન્ડ શ્રીમંત દેશોમાં વધી રહ્યો છે. અહીં અડધાથી પણ વધારે વૃદ્ધ લોકો ઓછામાં ઓછી બે ગંભીર બીમારીઓથી પીડાઈ છે. તે સ્વાસ્થ્ય સેવાઓ, હોસ્પિટલો અને આખી હેલ્થ સિસ્ટમ માટે સૌથી મોટો પડકાર છે.

આખા દિવસમાં કેટલી ઊંઘ લેવી જોઈએ?
ડૉ. સેબિયા મુજબ જેમ-જેમ લોકોની ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેની સ્લીપ સાઈકલ પણ બદલતી રહે છે. જો તમે ગંભીર બીમારીઓનાં શિકાર બનવા ઈચ્છતા નથી તો દરરોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ લેવી જરુરી છે. તેનાથી વધુ કે ઓછી ઊંઘ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. યોગ્ય ઊંઘ માટે રુમમાં અંધારું, શાંતિ અને તાપમાન યોગ્ય હોવું જોઈએ. સૂતા પહેલાં કંઈપણ ભારે ન ખાવ અને પોતાની જાતને ઈલેક્ટ્રિક ડિવાઈસથી દૂર રાખો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow