રાતે એક જ સમયે ઊડી જાય છે ઊંઘ

રાતે એક જ સમયે ઊડી જાય છે ઊંઘ

જે લોકોને રાતે ઊંઘ પુરી થઇ જાય છે તો તે લોકો આખો દિવસ ફ્રેશ ફીલ કરે છે. ઘણાં લોકોને કોઈને કોઈ કારણે રાતે ઊંઘ ઉડી જાય છે, જો રાતે પાણીની તરસ લાગે અથવા તો પેશાબ જવાનું થાય તો ઊંઘ ઉડી જાય તે સામાન્ય વાત છે. આ રીતે જાગી જવું એ ચિંતાનો વિષય નથી, પરંતુ જો દરરોજ રાત્રે એક જ સમયે આંખ ખુલે છે, તો તેનું કોઈ કારણ હોઈ શકે છે. આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. ઘણા લોકો નિશ્ચિત સમયે જાગતા હોય છે, જોકે રાત્રે ઉઠવાનો સમય દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. મનોવૈજ્ઞાનિક યોગિતા કાદિયાન જાણે છે કે જો તમે દરરોજ રાત્રે એક જ નિશ્ચિત સમયે ઉઠો છો તો તેનું કારણ શું છે.

રાતે ઊંઘ ઉડી જવાના કારણ

‌‌મનોચિકિત્સકના જણાવ્યા અનુસા રાતે ઊંઘી ગયા બાદ જાગવાના ઘણા કારણો હોઈ શકે છે. ઊંઘ ખૂલવાનું એક કારણ લોકો અનિદ્રા છે. પણ અનિદ્રાથી ઊંઘ આવતી નથી. સાથે એક જ સમયે ઉંઘ ઉડી ગયા બાદ ફરીથી ઊંઘ આવી જાય છે,

રાતે જાગી જવાથી થાય છે આ અસર

‌‌જો તમે દરરોજ રાત્રે જાગી તો જાવ છો તેનાથી કોઈ સમસ્યા નથી પરંતુ આ પરિસ્થિતિ ત્યારે ચિંતાજનક બની જાય છે જ્યારે એકવાર તમે જાગો છો અને બાદમાં ફરીથી ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં, ચિંતા, હતાશા, થાક જેવી ફરિયાદો છે અને સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સ્થિતિમાં ઊંઘ ઉડી ગયા પછી મગજ ખૂબ જ એક્ટિવથઈ જાય છે અને ધબકારા ઝડપી બને છે. આ કારણે ફરીથી ઊંઘવું મુશ્કેલ થઇ જાય છે. જે ચિંતા અનિદ્રાનું કારણ બને છે.

સ્લીપ એપનિયાની સમસ્યા‌‌

આ ઉપરાંત સ્લીપ એપનિયાની પણ સમસ્ય થઇ શકે છે. સ્લીપ એપનિયાને કારણે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ રોગમાં શ્વાસની તકલીફના કારણે ઊંઘ અચાનક ખુલી જાય છે. ફેફસાં અને શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજનનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઓછો થવા લાગે છે. સ્લીપ એપનિયાના લક્ષણોમાં અચાનક ઊંઘ ઉડી જવી, શ્વાસની તકલીફ, નસકોરાં, થાક અને દિવસભર સુસ્તીનો સમાવેશ થાય છે.

દરરોજ રાતે ઊંઘ ઉડી જાય તો શું કરવું?‌‌

જો તમને ઊંઘની સમસ્યા હોય તો સ્લીપ એક્સપર્ટનો સંપર્ક કરી શકો છો. સ્લીપ એપનિયા કે અનિદ્રાના કારણે યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો હૃદયની સમસ્યા, ડાયાબીટીસ, મેદસ્વિતા જેવા રોગો થઈ શકે છે.

જો તમે અચાનક રાત્રે જાગી જાઓ છો, તો ફરીથી સૂવાનો પ્રયાસ કરો. તમારી જાતને 10થી 15 મિનિટનો સમય આપો. આ દરમિયાન ફોનને પોતાનાથી દૂર રાખો ન તો તમે ટીવી કે અન્ય એક્ટિવિટીમાં વ્યસ્ત રહો.

ઊંઘવાની કોશિશ કર્યા બાદ પણ જો તમને ફરીથી ઊંઘ ન આવતી હોય તો બેડ પર સૂવાને બદલે બેસી જાઓ. ઊંઘ્યા વગર લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી મગજ વધુ એક્ટિવ થઇ જાય છે અને ઘણી બાબતો અંગે તણાવ રહે છે. તેથી પથારીમાંથી ઉઠીને બેસી જાવ જેથી મન શાંત રહે.

આ આદતોનો અમલ કરો

રાત્રે ઘણી વખત ઊંઘ ઊડી જાય છે જે સામાન્ય વાત છે. હકીકતમાં, આપણે દર 2 કલાકે 1 થી 2 મિનિટ માટે ઊંઘ ઉડી જાય છે. આ ઊંઘ ઉડી જાય છે તે પણ આપણને યાદ નથી રહેતું કારણે બહુ જ ઓછા સમય માટે ઊંઘ ઉડે છે,

ઊંઘ ન આવે તો શું કરવું જોઈએ?
જો રાત્રે ઊંઘ ઊડી જાય તો ગણતરીમાં સમય બગાડશો નહીં. તમે નીચે આપેલા કેટલાક ઉપાય કરી શકો છો.

ઊંઘ તૂટી જાય ત્યારે અસ્વસ્થતા અનુભવો

જ્યારે તમારી ઊંઘ ઉડી જાય છે ત્યારે અસ્વસ્થતા અનુભવો છો ત્યારે ફરીથી સુવાનું મુશ્કેલ બની જાય છે. પરંતુ આવું શા માટે થાય છે અને તમે શા માટે અસ્વસ્થતા અનુભવો છો તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જ્યારે ઊંઘ ઊડી જાય ત્યારે થોડા સમય માટે શરીર પર ધ્યાન આપો અને તમારી જાતને આરામદાયક બનાવો. જો તે ગરમ અથવા ઠંડુ લાગે, તો તે મુજબ પલંગ બનાવો અને ઓરડાના તાપમાનને યોગ્ય બનાવો. તરસ લાગી હોય તો પાણી પીને ટોયલેટ જઈને આવો.

અસહજ લક્ષણોના આ રહ્યા ઉપાય
દુખાવો, શ્વાસની તકલીફ, ખંજવાળ કે અન્ય કોઈ પણ પ્રકારની સહજતા જેવી તબીબી પરિસ્થિતિઓમાં ફરીથી ઊંઘવું મુશ્કેલ બની શકે છે. ડિપ્રેશન કે સ્ટ્રેસ જેવી અનેક પ્રકારની માનસિક આરોગ્યની સ્થિતિમાં પણ રાત્રે સારી રીતે ઊંઘતી નથી.‌

ઘડિયાળ ન જુઓ
જ્યારે રાત્રે ઊંઘ ઊડે ત્યારે ફરી ઊંઘ આવવી મુશ્કેલ બની જાય ત્યારે વારંવાર ઘડિયાળ તરફ જોવાનું બંધ કરી દો. આ એક સામાન્ય વર્તન છે પરંતુ તમારી સમસ્યાને વધુ ગંભીર બનાવશો નહીં. જો રાત્રે ઊંઘ ઊડી જાય તો ઘડિયાળને વારંવાર જોવાથી વધુ ચિંતા વધી શકે છે, જેના કારણે આરામ કરવો મુશ્કેલ બની જશે અને ઊંઘ ઊડી જશે. ક્લોક કે ફોનમાંથી નીકળતા વાદળી કે લીલા રંગના પ્રકાશના સંપર્કમાં આવવાથી પણ ઊંઘ ઉડી જાય છે, જેના કારણે ફરીથી ઊંઘ આવતી નથી. રાત્રે ઊંઘ ઉડી જાય છે તો તે દરમિયાન સમય ન જોવો અને ઘડિયાળને બીજી તરફ ફેરવવી અથવા ફોન બંધ કરવો તે વધુ સારું છે.

રિલેક્સ રહેવાની કોશિશ કરો
મસલ્સને આરામ આપવા માટે કસરત કરો, જેનાથી ઊંઘ આવશે મસલ્સને રિલેક્સ કરવાની શરૂઆત પગથી કરો, પછી ધડને ખેંચો, પછી હાથ અને ચહેરાના સ્નાયુઓને ખેંચો. દર પાંચ સેકંડમાં જુદા જુદા ભાગોના સ્નાયુઓને ખેંચો.

ઊંઘ નથી આવતી તો જાગી જાઓ
જો ઊંઘ ઉડી ગયા આબાદ 20 મિનિટ સુધી ઊંઘ નથી આવતી તો જાગી જાઓ અને રિલેક્સ થવા માટે તમારું મનપસંદ કામ કરો. કોઈ પુસ્તક વાંચો અથવા સોફ્ટ મ્યુઝિક સાંભળો. આ પ્રવૃત્તિ ત્યાં સુધી કરો જ્યાં સુધી ઊંઘ ન આવે.

સ્લીપિંગ પેટર્ન બદલવાથી બચો
આપણું શરીર ઊંઘના એક ચક્રને ફોલો કરીએ છીએ જેનાથી આપણું રૂટિન પ્રભાવિત થાય છે. આનો અર્થ એ છે કે જો ઊંઘવાની પેટર્ન બરાબર છે, તો પછી જો તમે એક રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી, તો તમે બીજી રાત્રે વધુ સારી રીતે સૂઈ શકશો. એક રાત ન ઊંઘ ન આવે પછી સવારે મોડે સુધી સૂવું અથવા દિવસ દરમિયાન સુવાનું ટાળવું જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow