Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
congress

મહિલા સુરક્ષા મુદ્દે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું રાજ્યમાં રોજ 5 દુષ્કર્મની ઘટના, ગુના રોકવામાં નિષ્ફળ

Gujaratnow2 min read
મહિલા સુરક્ષા મુદ્દે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું રાજ્યમાં રોજ 5 દુષ્કર્મની ઘટના, ગુના રોકવામાં નિષ્ફળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને જે હાર માટે કોંગ્રેસે મંથન પણ કર્યું હતું તેમજ ઝોન વાઈઝ બેઠકો કરીને હારના કારણો જાણવાની કોશિષ પણ કરી હતી, જે પછી ફરી કોંગ્રેસ એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યો હતાં.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી NCB અને વિધાનસભાના આંકડાઓને ટાંકી મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં રોજ 5 દુષ્કર્મની ઘટના બને છે. સમગ્ર દેશમાં અમદાવાદનો સગીર બાળા પર દુષ્કર્મ કેસમાં પાંચમાં ક્રમે છે. અમદાવાદમાં વર્ષ 2021માં 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે જેનો અર્થ છે કે અમદાવાદમાં દરરોજ 2 બાળાઓ પર દુષ્કર્મની ઘટના બને છે.

મહિલા સુરક્ષા મુદ્દે સરકાર નિષ્ફળ:કોંગ્રેસ
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં મહિલાઓ પર ગુનાઓમાં 15 ટકાનો વધારો છે. પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત સરકાર મહિલા સુરક્ષા મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોવાની વાત પણ કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, અમદાવાદમાં વર્ષ 2021માં 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે અને અમદાવાદમાં દરરોજ 2 બાળાઓ પર દુષ્કર્મની ઘટના બને છે અને ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં મહિલાઓ પર ગુનાઓમાં 15 ટકાનો વધારો થયો છે તેમણે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા મુદ્દે ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે

Gujaratnow2 min read

Related News