તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

કહેવાય છે કે આપણે જે પણ કંઈ ખાઈએ તેની સીધી અસર આપણા શરીરની અંદરના અને બહારના સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયુ હશે કે ઘણા દિવસ સુધી બહારનું ભોજન કર્યા બાદ ચહેરો વિલાઈ જાય છે. ઓઈલી અને બેજાન દેખાવવા લાગે છે. ટોક્સિંસ બહાર નિકળવા પર શરીર અંદરથી સાફ થઈ જાય છે અને બહારની ત્વચા પણ દાગ-ધબ્બા રહિત જોવા મળે છે.

ગ્લોઈંગ સ્કીન માટે કરો આ વસ્તુઓનું સેવન

ખીરા કાકડી
ભોજનમાં ખીરા કાકડીને શામેલ કરવાના ઘણા ફાયદા છે. ખીરામાં વિટામિન-સી, વિટામિન કે અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. તેને ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે.

કમાલની વાત એ છે કે ખીરાને ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે ખઈ પણ શકાય છે સાથે જ ચહેરા પર લગાવી પણ શકા છે. ખીરાના સ્લાઈસ આંખો પર મુકવાથી કાળા ધબ્બા થઈ જાય છે. સાથે જ તેના રસને સ્કિન પર લગાવવાથી ગંદકી દૂર થાય છે.

દાડમ
ત્વચાને ચમકદાર અને લાંબા સમય સુધી જવાન રાખવા માટે દાડમને ડાયેટનો ભાગ બનાવો. વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર દાડમને ખાવા પર શરીર સ્વસ્થ્ય પણ રહે છે અને ત્વચા પણ ગ્લો કરે છે.

હળદર
ઔષધીય ગુણો ઘરાવતી હળદર, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેના કારણે  તેને અલગ અલગ રીતે પોતાના ભોજનનો ભાગ બનાવવો જોઈએ.

હળદરને શાક-ભાજીમાં નાખવાની સાથે તેનો જ્યુસ પી શકાય છે. હળદર વાળુ દૂધ પી શકાય છે. હળદરનો સૂપ અને સ્મૂદી વગેરેમાં પણ હળદર નાખી શકાય છે.

ગ્રીન ટી
સામાન્ય રીતે પેટ અંદર કરવા અને વજન ઓછુ કરવા માટે ગ્રીન ટી પીવામાં આવે છે. પરંતુ તેની અસર ત્વચા પર પણ જોવા મળી શકે છે. ગ્રીન ટી પીવાથી તેના એન્ટી-ઓક્સીડેન્ટ્સ શરીરને મળે છે જે શરીરમાંથી ટોક્સિંસ દૂર કરવા અને એજીંગ પ્રોસેસને ધીમા કરવામાં મદદ કરે છે.

પાલક
ભોજનમાં પાલકને શામલ કરવાના ઘણા કારણ છે. આ સ્કીનને હેલ્ધી રાખે છે, બેદાગ બનાવે છે, નિખારે છે અને સાથે જ એજિંગની પ્રક્રિયાને ઓછી કરવામાં અસરકારક સાબિત થઈ જાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેનો જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow