'તમારી દીકરી સાથે બેસીને પઠાણ જોઈ દેખાડો', હવે MPના સ્પીકર ઉતર્યાં વિરોધમાં, શાહરુખને ફેંક્યો પડકાર

'તમારી દીકરી સાથે બેસીને પઠાણ જોઈ દેખાડો', હવે MPના સ્પીકર ઉતર્યાં વિરોધમાં, શાહરુખને ફેંક્યો પડકાર

મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પછી રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે શાહરૂખે પોતાની દિકરીની સાથે આ ફિલ્મ જોવી જોઇએ, એક ફોટો અપલોડ કરવી જોઇએ અને દુનિયાને કહેવું જોઇએ કે તે પોતાની દિકરીની સાથે જોઇ રહ્યાં છે. હું તમને પૈગંબર પર એક આવી ફિલ્મ બનાવવી અને ચલાવવાનો ચેલેન્જ આપું છું.

નરોત્તમ મિશ્રાએ કર્યો વિરોધ
શાહરૂખખાનની આવી રહેલી ફિલ્મ પઠાણનાં એક ગીત બેશરમ રંગ આજકાલ ઘણો ચર્ચામાં છે ત્યારે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગીતમાં વેશભૂષા આપત્તિજનક છે, ગીતએક ગંદી માનસિકતાને દર્શાવે છે. નરોત્તમ મિશ્રાનું આ નિવેદન બેશરમ રંગનાં રિલીઝ થયાનાં 2 દિવસ બાદ આવ્યું હતું. તેમણે કહ્યું કે હું ફિલ્મ નિર્માતાઓને ગીતનાં આપત્તિજનક ભાગોને સુધારવાની સલાહ આપુ છું.

દિપીકા JNUમાં ટુકડે-ટુકડે ગેંગમાં શામેલ થઇ હતી
તેમણે કહ્યું કે આ પહેલા દિપીકા પાદુકોણ જેએનયૂમાં ટુકડે-ટુકડે ગેન્ગનાં સમર્થનમાં શામેલ થઇ હતી. તેની માનસીકતા ઉજાગર થઇ ગઇ. મારૂં માનવું છે કે ગીતનું ટાઇટલ બેશરમ રંગ આપત્તિજનક છે. સાથે જે જે રીતે ભગવા અને લીલા રંગનો ઉપયોગ વેશભૂષામાં કરવામાં આવ્યો છે તે પણ આપત્તિજનક છે. નિર્માતાએ જરૂરી બદલાવ કરવો જોઇએ, એવું ન કરતાં આ ફિલ્મ મધ્યપ્રદેશમાં રીલિઝ થશે કે નહીં તે અમે નક્કી કરશું.

સુરેશ પચૌરી સહિત  કોંગ્રેસ નેતાઓએ કર્યો ફિલ્મનો વિરોધ

વિપક્ષનાં નેતા ડો. ગોવિંદ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પણ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું કે આ આપણાં મૂલ્યોની વિરુદ્ધનું છે. સુરેશ પચૌરીએ કહ્યું કે આ પઠાણનાં વિશે નથી પરંતુ પારિધાન એટલે કે કપડાંના વિશે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઇપણ મહિલાને આ રીતે કપડાં પહેરી અને સાર્વજનિક રૂપે તે દ્રશ્યોને પ્રદર્શિત કરવાની પરવાનગી નહીં હોય, પછી તે હિન્દૂ હોય, મુસ્લિમ હોય કે અનુયાયી હોય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow