સિંગાપોર અને ન્યૂયોર્ક વિશ્વના સૌથી મોંઘા શહેર જાહેર!

સિંગાપોર અને ન્યૂયોર્ક વિશ્વના સૌથી મોંઘા શહેર જાહેર!

સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્તપણે વિશ્વના સૌથી મોંઘા શહેર જાહેર કરવામાં આવ્યા છે. સિંગાપોરમાં અંદાજે 50 લાખ ભારતીયો રહે છે. સિંગાપોરમાં મકાનના ભાડામાં 20 ટકાનો વધારો થયો છે જ્યારે કાર રેન્ટમાં પણ 30 ટકાનો વધારો થયો છે.

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઈઆઇયુ)ના વર્લ્ડવાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ ઇન્ડેક્સના મંગળવારે જાહેર કરાયેલા તારણોમાં આ માહિતી સામે આવી હતી. આ સરવેમાં ફાયનાન્સ મેનેજર્સ તથા માનવ સ્ત્રોતો દ્વારા જીવન જીવવા માટે થતા ખર્ચનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સરવે દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે. સરવેમાં 200થી વધુ પ્રોડક્ટ્સ અને સેવાઓના ખર્ચની વિગતો મેળવવામાં આવે છે.

તાજા સરવેમાં વિશ્વના 172 શહેરોમાં જીવન જીવવા માટેના ખર્ચની વિગતો મેળવવામાં આવી હતી. તારણો અનુસાર 172 શહેરમાં ચાલુ વર્ષે જીવન જીવવા માટેના ખર્ચમાં 8.1 ટકાનો વધારો થયો છે. જે છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો વધારો છે. સિંગાપોરમાં ઘર ખરીદવું કે ભાડે લેવું સૌથી મોંઘુ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow