ચોરી પર સિના જોરી..અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસૂલ્યા બાદ કેસ કર્યો!

ચોરી પર સિના જોરી..અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસૂલ્યા બાદ કેસ કર્યો!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે. તેઓએ અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન પાસેથી 5.78 લાખ વ્યાજે લીધાં હતાં. પુરોહિત પરિવારે જમીન પર લોન લઇને પરેશ અમીનને 9 લાખ ચુકવી દીધાં હતાં. જે બાદ પણ પરેશે રૂપિયાની માગણી ચાલુ રાખતા પરિવાર ભયમાં આવી ગયો હતો.

30 લાખ લખીને ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ દાખલ કરી દીધો
​​​​​​​કોરોના દરમિયાન 5 મી મે 2022 ના રોજ ચેકમાં 30 લાખ લખીને ચેક બાઉન્સ કરવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરી દીધો હતો. જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ 26 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તારીખ પર પેરાલિસિસ વાળા પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભરૂચી નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. આ બનાવ અંગે પરેશ અમીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સંજયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો
વ્યાજખોર પરેશએ હજુ 1.25 લાખ રૂપિયા બાકી છે. અને ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ ચેક બાઉન્સ કરી કોર્ટ કેસ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી હતી જે બાદ કંટાળી ને કિરીટભાઈ પુરોહિત પોતાના પુત્ર સાથે તેની પત્ની અને બાળકોને લઇ દુકાન બંધ કરી પરત પોતાના ગામ મોરથાણ રહેવા જતા રહ્યા હતા. જ્યાં સંજય ટેન્શનમાં આવી જતા માનસિક સંતુલન ગુમાવી દીધું હતું.તેમજ થોડા સમયમાં પેરાલિસિસ થઇ ગયું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow