સીડી ઊતરતી વખતે 52 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો

સીડી ઊતરતી વખતે 52 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો

રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. યોગા સેન્ટરમાં યોગ કર્યા બાદ નીચે ઉતરી ખુરશી પર બેસેલા આધેડ એકાએક નીચે ઢળી પડ્યા હતા. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રૌઢ યોગા કરી પગથિયાં ઉતરી નીચે ઉતરી રહ્યા હતા અને નીચે ખુરશી પર તેઓ બેસી ગયા હતા.

આ સમયે જ તેમને હૃદયમાં કોઈ દુખાવો થતો હશે, જેથી તેઓ છાતી પર હાથ ફેરવતા પણ જો મળ્યા હતા અને એક મિનિટ પછી અચાનક ઢળી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટના મેટોડા વિસ્તરમાં લઘુશંકા કરતા કરતા પરપ્રાંતી યુવક ઢળી પડ્યો હતો જેના પણ CCTV સામે આવ્યા હતા.

યોગા કરી સીડી ઉતરી નીચે આવ્યા ને એકાએક ઢળી પડ્યા રાજકોટ શહેરમાં આજે વધુ એક હાર્ટ એટેકની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. શહેરના રાજનગર ચોક ખાતે આવેલ ઓમ વેલનેસ સેન્ટરમાં મૂળ છત્તીસગઢના વતની રાજેન્દ્રસિંહ ગુરજી (ઉ.વ.52) સવારના સમયે યોગ કરવા માટે ગયા હતા. યોગ કર્યા બાદમાં 8 વાગ્યા આસપાસ યોગા કરી સીડી ઉતરી નીચે આવ્યા હતા અને અચાનક છાતીમાં દુખાવો થતો હશે જેથી તેઓ નીચે થોડા સમય માટે ખુરશી ઉપર બેસી ગયા હતા આ સમયે લગભગ એકાદ મિનિટ પછી તેઓ અચાનક ખુરશીમાંથી બેઠા બેઠા ત્યાંજ ઢળી પડ્યા હતા જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow