લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

આજકાલ સંબંધોમાં ઓછો વિશ્વાસ હોય તેને કારણે ઘણા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેનાર લોકો માને છે કે એકલા રહેવાથી તેઓ આઝાદ રહે છે. તેમના પર કોઈ પ્રકારની રોક ટોક અથવા દબાણ હોતું નથી. એકલા રહેનાર લોકો લાઈફને સારી રીતે એન્જોય કરી શકે છે. રીલેશનશીપમાં થોડો બોજ અને જવાબદારી હોય છે. આ ઝંઝટોથી બચવા માટે લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણા લોકો બધા જ સંબંધોથી દૂર થઇ જાય છે. અમુક લોકો પોતાની કરિયર બનાવવાના ચક્કરમાં રીલેશનશીપથી દૂર રહે છે તો કોઈ લોકો સમયનાં અભાવને કારણે. સિંગલ રહેવાના ઘણા ફાયદાઓ હોય છે, પણ તેના ઘણા નુકસાન પણ છે.

કોઈની સાથે રહેવાથી ઘણી તકલીફો દૂર થઇ જાય છે. જો તમે કોઈ સાથે રીલેશનશીપમાં છો, તો એકબીજાની તકલીફો વહેંચી શકો છો અને સલાહ દઈને તેને સોલ્વ પણ કરી શકો છો. એકલા રહેવાથી ઘણી તકલીફો તમારે પોતે જ સોલ્વ કરવી પડે છે. આવામાં તમે ઈમોશનલી નબળા થઇ જાઓ છો. કોઈનો સાથ ન હોવા પર જલ્દી પરેશાન થઇ જાઓ છો અને નાની નાની બાબતો પર રડવું પણ આવે છે.

થઇ શકે છે ડિપ્રેશન

સિંગલ રહીને વ્યક્તિ પોતાના મનના કામોભાલે કરી લે, પણ ખુશી નથી મળતી. ખુશી કોઈની સાથે રહીને મજા કરવામાં જ આવે છે. સિંગલ વ્યક્તિ ન તો પોતાની તકલીફો વહેંચી શકે છે કે ન તો પોતાની ખુશી. એકલા રહીને પોતાની તકલીફો વ્યક્તિ ઇચ્છીને પણ કોઈ સાથે શેર નથી કરી શકતી અને આ જ કારણે તણાવ પણ થવા લાગે છે. જો રોજ રોજ તણાવ તણાવ તમને ઘેરી લે, તો ડિપ્રેશન પણ આવી શકે છે.

વ્યક્તિ સૌથી દૂર થઇ જાય છે

ઘણી વાર એકલા રહેવાથી ચીડચિડીયાપણ આવી જાય છે. એકલા રહીને તમે લોકો સાથે મિક્સ થતા ભૂલી જાઓ છો. ઘણી વાર એકલા રહેવાને કારણે સૌ સાથે રહેવાની આદત પણ છૂટી જાય છે અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. એકલા રહીને તમે ધીરે-ધીરે ઘર, પરિવાર અને સમાજથી પણ દૂર થઇ જાઓ છો.

બીમારીઓ ઘેરી લે છે

એકલા રહેવાને કારણે તમે ખુશ ઓછા અને તણાવમાં વધારે રહો છો. આ તણાવ ઘણી તકલીફ અને દુઃખ લઈને આવે છે. સ્ટ્રેસ થવા પર ઊંઘની પણ તકલીફ પેદા થવા લાગે છે. ઓછી ઊંઘ પણ ઘણી બીમારીઓનું  કારણ બને છે. થાક, પાચનની તકલીફ, ભારે માથું અને ડાર્ક સર્કલ જેવી તકલીફો ઉભી થાય છે. કામ અને ભણતરમાં પણ ધ્યાન રહેતું નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow