આ તારીખે વાગશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની શરણાઈ: વેન્યુની ડિટેલ પણ થઈ જાહેર

આ તારીખે વાગશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની શરણાઈ: વેન્યુની ડિટેલ પણ થઈ જાહેર

બૉલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઇને એક નવી માહિતી સામે આવી છે.એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં થશે,  

જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે હજુ સુધી આ લગ્નને લઈને કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પણ તાજેતરમાં જ બંને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા અને એ પછીથી જ તેમના લગ્નની ચર્ચાઓને વધુ હવા મળી છે.  

કપલના લગ્નની તારીખ આવી સામે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં મહેંદી, હલ્દી અને સંગીત જેવી સેરેમની થશે અને 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સિક્યોરીટી વચ્ચે એક શાનદાર ઈવેન્ટનું આયોજન થશે.  

આ ફિલ્મ પછી બંનેની ડેટિંગ વિશે આવ્યા હતા સમાચાર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ 'શેરશાહ'માં એકસાથે સ્ક્રીન શેર કરી હતી અને એ પછીથી જ તેમના સંબંધોના સમાચારો આવવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મમાં બંનેની એક્ટિંગની સાથે ચાહકોને કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ આવી હતી અને એ પછી સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર ઘણા ફંક્શનમાં એક સાથે જોવા મળ્યા છે.  

સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ મિશન મજનૂ માટે ચર્ચામાં છે. આમાં સિદ્ધાર્થ સાથે 'પુષ્પાઃ ધ રાઇઝ' ફેમ રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ મૂવી 20 જાન્યુઆરીથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે અને કિયારા અડવાણી છેલ્લે ગોવિંદા નામ મેરા ફિલ્મમાં જોવા મળી હતી હવે કિયારાની 'RC 15' ફિલ્મમાં તે રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરી રહી છે જે આવતા વર્ષે રિલીઝ થશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow