શું ઉંમર ઘટાડશે આ ફેસપેક!

શું ઉંમર ઘટાડશે આ ફેસપેક!

ગ્રીન ટી એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ છે. અડધા કપ પાણીમાં 2 ચમચી ગ્રીન ટી ઉકાળો અને પછી તેને ગાળી લો. તેમાં વધુ ગરમ પાણી ઉમેરો અને ઠંડુ થવા દો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેનો ઉપયોગ ટોનર તરીકે કરો.

એલોવેરા એક કુદરતી ટોનર છે ને સ્કિનની ભીનાશને યથાવત રાખે છે, એલોવેરા ડેડ સેલ્સને હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરામાં રહેલા એસ્ટ્રિજેંટ ગુણ સ્કિન ટાઈટનિંગ રાખવાનું કામ કરે છે, જેનાથી ત્વચા સારી લાગે છે.

દરરોજ 20 મિનિટ સુધી એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને બાદમાં સાદા પાણીથી ધોઈ લો. એલોવેરાને કોઈ પણ ફેસપેકમાં મિક્સ કરી શકો છો.

એક ચમચી ઓટ્સ અથવા મુલતાની માટીમાં, એક ચમચી સંતરાના છિલકાનો પાઉડર, દહીં અને એક ચમચી એલોવેરા જેલને મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવીને રાખો, પછી ધોઈ લો. આ ફેસ પેક સ્કિનને યંગ બનાવે છે ને ત્વચામાં ચમક પણ લાવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow