Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🎞 Entertainment

શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં

Gujaratnow2 min read
શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં

એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાના અંગત જીવનના ઘટસ્ફોટ કરવા માટે જાણીતી છે. હાલમાં જ તેણે પોતાના નાકની સર્જરી કરાવવાની વાત જાહેરમાં સ્વીકારી હતી. શ્રુતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે સુંદર દેખાવ માટે નાકની સર્જરી કરાવી હતી. ચાહકો તેના લુક અંગે શું રિએક્શન આપે છે, તેનાથી તેને કોઈ ફેર પડતો નથી અને તે આ અંગે જસ્ટિફાઇ પણ કરવા માગતી નથી. તેની બૉડી છે અને તે જેમ ઈચ્છે તેમ રહી શકે છે.

તૂટેલા નાક સાથે પહેલી ફિલ્મ કરી હતી

શ્રુતિએ કહ્યું હતું, 'મેં નોઝ સર્જરી કરાવી છે. મારું નાક તૂટી ગયું હતું અને ઘણું જ વિચિત્ર દેખાતું હતું. હું મારી પહેલી ફિલ્મમાં તૂટેલાં નાક સાથે જ જોવા મળી હતી. પછી મેં સર્જરી કરાવી હતી, કારણ કે હું સુંદર દેખાવવા માગતી હતી. જો હું મારો ચહેરો સુંદર બનાવવા માગું છું તો પ્રોબ્લમ શું છે? હું કેવી દેખાઉં છું અને કેવી નથી દેખાતી, આ વાત કોઈને જસ્ટિફાઇ કરી શકું નહીં. મારી બૉડી છે અને હું તેને મને ગમે તે રીતે રાખી શકું છું.'

ચાહકો માને છે કે મારો ચહેરો વિદેશી જેવો છે શ્રુતિએ એમ પણ કહ્યું હતું, 'હું આ બધી વાતોને પ્રમોટ કરતી નથી. જો તમે આને કરાવવા માગો છો તો કરાવો નહીંતર ના કરો, પરંતુ હું જે કરવા માગું છું, તે મને કરવા દો. ચાહકો તો એમ કહે છે કે મારો ચહેરો વિદેશી જેવો દેખાય છે. તેની પાસે ટેલેન્ટ છે, પરંતુ તે ભારતીય લાગતી નથી. જોકે, મેં જ્યારથી ફિલ્મ કરવાની શરૂઆત કરી, ત્યારથી મને ગામડાંની યુવતીના પાત્રો વધુ મળ્યા છે.'

‌

Gujaratnow2 min read

Related News