શ્રદ્ધા કપૂર રુખસાના કૌસરના રોલમાં મળશે જોવા!

શ્રદ્ધા કપૂર રુખસાના કૌસરના રોલમાં મળશે જોવા!

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો, ફોટો શેયર કરીને ફેન્સને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ શેયર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બેગમાં અન્ય એક મોટી ફિલ્મ આવી છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની અપકમિંગ ફિલ્મમાં એક કાશ્મીરી છોકરીનું પાત્ર ભજવવા જઈ રહી છે, જેણે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને મારી નાખ્યો હતો. શ્રદ્ધા રૂખસાના કૌસર કેસીનું પાત્ર ભજવશે. શ્રદ્ધા કપૂરે આ પહેલા મુંબઈના નાગપાડાની ગોડમધર હસીના પારકરની ભૂમિકા ભજવી હતી.

કાશ્મીરી છોકરીનું પાત્ર ભજવશે શ્રદ્ધા કપૂર

એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના સૂત્રોના જણાવ્યા મુજબ શ્રદ્ધા તેની અપકમિંગ ફિલ્મમાં રૂખસાનાનું પાત્ર ભજવશે. સૂત્રએ જણાવ્યું હતું કે, “મેકર્સ એવા વ્યક્તિને શોધી રહ્યા હતા જે રુખસાનાની ભૂમિકા ભજવતી વખતે સ્ક્રીન પર 20 વર્ષની દેખાય. હવે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રદ્ધાનું પાત્ર તેની અન્ય ફિલ્મો કરતાં ઘણું અલગ હશે. પરંતુ હજુ સુધી શ્રદ્ધા કપૂરની ટીમે આ મામલે કોઈ જાણકારી આપી નથી.

જાણો કોણ છે રૂખસાના કૌસર કેસી

વર્ષ 2009માં રૂખસાના કૌસર રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. તેને જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તેના ઘરે આવેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે દરમિયાન રુખસાનાએ એક આતંકીને ઘાયલ પણ કરી દીધો હતો. આતંકવાદીઓનો એક સમૂહ 27 સપ્ટેમ્બર 2009ના રોજ રુખસાનાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રુખસાનાએ તેના ભાઈ સાથે મળીને આતંકવાદી અબુ ઓસામલ પાસેથી તેની AK 47 બંદૂક છીનવી લીધી હતી અને તેને ગોળી મારી દીધી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow