પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગાજર ખાવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને ગેરફાયદા વિશે

પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગાજર ખાવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને ગેરફાયદા વિશે

પ્રેગ્નેન્સી ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે પોષક તત્વોથી ભરપૂર હોય. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નેન્સી દરમિયાન તમારી ડાયેટમાં ગાજરનો સમાવેશ કરવાનું શું મહત્વ છે અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે?

ગર્ભાવસ્થામાં ગાજરના પોષક તત્વો
100 ગ્રામ ગાજરમાં કેલરી 41Kcal, કાર્બોહાઇડ્રેટ 9.58 ગ્રામ, પ્રોટીન 0.93 ગ્રામ, ફાઇબર 2.8 ગ્રામ, ફેટ 0.24 ગ્રામ, શુગર 4.5 ગ્રામ, વિટામિન એ 5 મિલિગ્રામ, વિટામિન સી 6 મિલિગ્રામ, વિટામિન બી 60.135 ગ્રામ, વિટામિન કે 13.2 મિલિગ્રામ, સેલેનિયમ 11 મિલિગ્રામ, મેંગેનીઝ 0.143 મિલિગ્રામ, કોપર 0.045 મિલિગ્રામ, પોટેશિયમ 320 મિલિગ્રામ, સોડિયમ 69 મિલિગ્રામ, કેલ્શિયમ 33 મિલિગ્રામ, આયર્ન 0.3 મિલિગ્રામ, મેગ્નેશિયમ 12 મિલિગ્રામ, ઝિંક 0.24 મિલિગ્રામ અને ફોસ્ફરસ 35 મિલિગ્રામ હોય છે.

પ્રેગ્નેન્સીમાં ગાજર ખાવાના ફાયદા

  • ગાજરમાં ઘણા પ્રકારના વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળે છે. તેને પોષક તત્વોનો ભંડાર પણ કહેવામાં આવે છે. તે જમીનમાં ઉગાડવામાં આવતી શાકભાજી છે જે કાચી અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગાજર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • ગાજર વિટામિન Aનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેથી તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નવજાત બાળકની દૃષ્ટિને તેજ બનાવવામાં મદદ કરે છે.
  • ગાજરમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • તેમાં કેલ્શિયમ અને વિટામિન એ, બીટા કેરોટીન હોય છે, જે ગર્ભના વિકાસમાં મદદ કરે છે.
  • ગાજરનું સેવન એનિમિયાને રોકવામાં પણ મદદરૂપ છે કારણ કે તેમાં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.
  • ગર્ભાવસ્થામાં કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. ગાજરમાં ફાઇબર હોવાથી તેથી તેને ખાવાથી કબજિયાત થતી નથી. ગાજરમાં ફોસ્ફરસ હોય છે, જે શરીરમાં ખેંચ અને સ્નાયુઓ જકડાઈ જવા જેવી સમસ્યાને દૂર કરે છે.
  • ગાજર ખાવાથી પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે.
  • ગાજરમાં મેંગેનીઝ હોય છે જે ગર્ભસ્થ શિશુના હાડકાં અને કોર્ટિલેઝની રચના માટે જરૂરી છે.
  • ગાજરમાં વિટામીન B અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે નવજાત બાળકના નર્વસ સિસ્ટમ અને મગજના વિકાસમાં મદદરૂપ થાય છે. આ બાળકમાં જન્મ સંબંધી દોષ જેવા કે સ્પાઈના બિફિડા જેવી બીમારીને રોકવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થામાં ગાજર ખાવાના ગેરફાયદા

  • એવું માનવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રી માટે ગાજર ખાવું ફાયદાકારક છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેના ગેરફાયદા પણ હોઈ શકે છે
  • ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોય છે, જેનું વધુ પ્રમાણ ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે.
  • જો તમે વધુ માત્રામાં ગાજરનું સેવન કરો છો, તો તમારા શરીરમાં વિટામિન Aની વધુ માત્રા બને છે જે ગર્ભના વિકાસ માટે યોગ્ય નથી.
  • ગાજરના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો કે ઉબકા આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • ગાજરનો રસ વધારે પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન માથાનો દુખાવો અને સુસ્તી થઈ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow