વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.  

આર્થિક સંકડામણના કારણે પરિવારે કંટાળી જઇ આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે. વડોદરાના વાધોડિયામાં મિસ્ત્રી પરિવારજનોએ દીવાલ પર લખાણ લખીને આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે.

પ્રિતેશ મિસ્ત્રી અને પરિવારે કર્યો આપઘાત

વડોદરામાં હૈયું હચમચાવી નાખી તેવી સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ દર્શનમ ઉપવન સોસાયીટમાં  રહેતા પ્રિતેશ મિસ્ત્રી નામના યુવાને પહેલા પોતાની પત્ની અને બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રિતેશ મિસ્ત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આર્થિક સકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બીજી બાજુ આ મામલે જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.

વાઘોડિયા રોડ દર્શનમ ઉપવન સોસાયટીની ઘટના

આ ઘટનાને પગલે પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.આ ઉપરાંત આમાં કોઈ જવાબદાર નથી તેમ ઘરની દીવાલ પર લખ્યું હતું. આ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં પતિ પ્રિતેશ મિસ્ત્રીએ પહેલા પત્ની અને બાદમાં પુત્રનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કર્યાનો ધડાકો થયો છે. બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે. જેમાં દેવું વધી જતાં આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.   પતિ પ્રિતેશ મિસ્ત્રીએ આપઘાત પહેલા દીવાલ પર સુસાઈડ નોટ લખી હતી.જેમાં સોરી માં, આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે તેવું લખ્યું હતું. તેમજ અમારી સુસાઈડ નોટ અમારા મોબાઈલમાં છે. તેવો પણ ઉલ્લેખ કર્યો છે.

ફેમિલી મેમ્બરને હેરાન કરતા નહિ!

વધુમાં પોલીસ કમિશનરને વિનંતી છે કે અમારી ફેમિલી મેમ્બરને હેરાન કરતા નહિ! અમે અમારી મરજીથી કર્યું છે. 'મેન રીઝન ઇઝ ઓનલી ફાઇનાન્સિયલ સિચવેશન છે' બહુ દેવું વધી ગયું છે, હવે અમારી જોડે કોઈ ઓપ્સન રહ્યો નથી.6-7 વર્ષથી અમે અલગ રહીએ છીએ, અમારી ફાઇનાન્સિયલ રિસ્પોન્સિબિલિટી અમારી સાથે એન્ડ થઈ છે. તેવા હૈયું હચમચાવી નાખતું લખાણ સુસાઇડ નોટમાં લખ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow