શોકિંગ ! ટાઈટ જિન્સ પહેરવાથી છોકરા-છોકરીઓના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો, જાણી લેજો બીજા 5 નુકશાન

કોલેજ, ઓફિસ કે બહાર ક્યાંય પણ સારા દેખાવા માટે લોકો હંમેશાં અનેક પ્રકારની ફેશન ટ્રિક્સ ફોલો કરતા હોય છે. લોકો પોતાને સારા દેખાવા માટે તેમની સ્ટાઇલિંગનું ખાસ ધ્યાન રાખે છે. જીન્સ એક એવો આઉટફિટ છે જેને મોટાભાગના લોકો પહેરવાનું પસંદ કરે છે. છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ તેમાં કમ્ફર્ટેબલ હોય છે. પરંતુ ઘણીવાર લોકો સારા ફિટિંગ્સ મેળવવા માટે ટાઇટ જીન્સ પહેરે છે.
સ્ટડીમાં કરાયો દાવો
એક સ્ટડીમાં દાવો કરાયો છે કે ટાઈટ જિન્સ પહેરવાથી છોકરા અને છોકરીઓને મોટી તકલીફ થઈ શકે છે. ટાઈટ જીન્સ પહેરીને ભલે તમે સ્માર્ટ લાગો છો, પરંતુ તમારી આ ફેશન તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ ટાઇટ જીન્સ પહેરવાના શોખીન છો તો તેની હાનિકારક અસરો વિશે જાણી લો અને સમયસર તમારી આદતમાં સુધારો લાવી દો.
ડિપિંગ પેન્ટ્સ સિન્ડ્રોમનો શિકાર બની શકો
ફિટિંગ્સ સાથે ટાઇટ જીન્સ પહેરવાથી તમે સારા લાગો છો, પરંતુ તેના કારણે તમને ઘણી સમસ્યાઓ પણ થઇ શકે છે. લાંબા સમય સુધી સતત ટાઇટ જીન્સ પહેરવાથી તમારા પગના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓમાં અવરોધ તો આવી જ શકે છે, પરંતુ તમે સ્કીની પેન્ટ સિન્ડ્રોમનો પણ શિકાર બની શકો છો. આ સિન્ડ્રોમ હેઠળ તમને પગ, જાંઘ વગેરેમાં દુખાવો, સુન્નતા અને ઝણઝણાટી વગેરેની સમસ્યા થઈ શકે છે.
લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ શકે
ટાઈટ જીન્સ પહેરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશનમાં પ્રોબ્લેમ થાય છે, જેના કારણે બ્લડ ક્લોટિંગનો ખતરો વધી જાય છે. ટાઇટ જીન્સને સતત પહેરવાથી તમારી નસો પર દબાણ આવે છે, જેના કારણે કમર અને જાંઘની આસપાસ તમને દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાને કારણે તમે રોજ પગમાં ઝણઝણાટી, બળતરા અને બેચેનીની ફરિયાદ કરી શકો છો.
પ્રજનનક્ષમતાને અસર થાય છે
નિયમિત રીતે ટાઇટ જીન્સ પહેરવાથી તમારી ફર્ટિલિટી પર પણ ખૂબ અસર પડે છે. આ ઉપરાંત ટાઇટ જીન્સના કારણે પણ કેટલાક ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. ખાસ કરીને મહિલાઓને તેના કારણે વુલ્વોડીનિયા થવાની શક્યતા વધુ રહે છે. આ બીમારી હેઠળ મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો કે ઈન્ફેક્શન વગેરે થઈ શકે છે.
પુરુષોમાં યુટીઆઈનું જોખમ વધે છે
ટાઇટ જીન્સ પહેરવાથી માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ પુરુષોને પણ ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. ટાઇટ જીન્સ માત્ર ફર્ટિલિટીને જ ખરાબ રીતે અસર નથી કરતું, પરંતુ તે યુટીઆઈનું જોખમ પણ વધારે છે. એટલું જ નહીં લાંબા સમય સુધી ટાઇટ જીન્સ પહેરવાથી પુરુષોમાં કેન્સરનો ખતરો વધી જાય છે અને તેમના પ્રાઇવેટ પાર્ટને પણ નુકસાન થઇ શકે છે.
રક્ત પરિભ્રમણ ધીમું પડી શકે છે
આખો દિવસ ટાઇટ-ફિટિંગ જીન્સ પહેરવાથી તમારી કમર અને પગમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ શકે છે. આવી સ્થિતિમાં, હૃદય પર લોહી પમ્પ કરવા અને તેને અન્ય અવયવોમાં મોકલવાનું દબાણ હશે, જે તમારા હૃદયને જોખમમાં મૂકી શકે છે. આ ઉપરાંત અન્ય અંગો પર પણ બ્લડ સર્કુલેશનમાં ગરબડની અસર થાય છે.