સહિયર ક્લબમાં રાસની રમઝટ, ખૈલેયાઓ ગરબે ઘૂમ્યા

રાજકોટમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી સહિયર ક્લબમાં રાસની રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઝરમર વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ કમી આવી નહોતી. અહીંની ગરબીઓમાં આધુનિક લાઇટિંગ, અધતન સાઉન્ડ સિસ્ટમ અને થિયેટર ટાઇપના સિટીંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજકોટના નવા રિંગ રોડ પર કટારીયા ચોક નજીક રાસવિલા બાય સ્પોર્ટ્સ વિલા ખાતે ખેલૈયાએ V4 વન્સ મોર બેન્ડ સથવારે રાસગરબાની રમઝટ બોલાવી હતી.