શિજાન ખાનના અન્ય યુવતી સાથે સંબંધો હતા, સિક્રેટ ચેટથી રહસ્ય ખુલ્યું

શિજાન ખાનના અન્ય યુવતી સાથે સંબંધો હતા, સિક્રેટ ચેટથી રહસ્ય ખુલ્યું

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે તેના પૂર્વ પ્રેમી શિજાન ખાનની ધરપકડ કરી હતી અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. શિજાનના રિમાન્ડ આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ પૂરા થયા હતા.  

પોલીસ કોર્ટમાં શિજાનના વધુ રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે વધુ 2 દિવસ પોલીસ કસ્ટડી આપી છે. કોર્ટમાં પોલીસે ત્રણ દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે બે દિવસની આપી છે. નોંધનીય છે કે શિજાનની આજે એટલે કે 28 ડિસેમ્બરે પોલીસ કસ્ટડી પૂરી થતી હતી.  

હાલમાં પોલીસ શિજાનને બ્રેકઅપ તથા રિલેશનશિપ સહિતના સવાલો પૂછી રહી છે. પોલીસે અત્યાર સુધી 18 લોકોની પૂછપરછ કરી છે. મુંબઈ પોલીસ તુનિષાની માતા તથા બહેનની પણ પૂછપરછ કરશે. શિજાનની ચાર દિવસમાં 7 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.  

શિજાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની જાણ થઈ, ચેટ ડિલિટ કરી હતી
પોલીસને શંકા છે કે શિજાનના અન્ય યુવતી સાથે પણ સંબંધો હોવાની શંકા પોલીસને છે. આ વાતનો ઘટસ્ફોટ શિજાનની વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી પરથી થયો છે. પોલીસને શિજાનના ફોનમાંથી ઘણી વ્હોટ્સએપ ચેટ્સ મળી આવી છે. શિજાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. પોલીસે આરોપીની ગર્લફ્રેન્ડની ઓળખ કરી લીઘી છે અને તે ટૂંક સમયમાં તેનું નિવેદન લેશે. શિજાને સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની ચેટ ડિલિટ કરી હતી. આ ચેટને રિટ્રાઇવ કરવા માટે પોલીસે વ્હોટ્સએપને પત્ર લખ્યો છે. સવાલ એ છે કે શિજાને આ ચેટ તુનિષાના મોત પહેલાં ડિલિટ કરી હતી કે પછી ડિલિટ કરી.

તુનિષા-શિજાન વચ્ચે 300 પેજની વ્હોટ્સએપ ચેટ
તુનિષા તથા શિજાન થોડાં મહિનાઓથી રિલેશનશિપમાં હતા. જોકે, તેમની વચ્ચે થોડાં દિવસો પહેલાં જ બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ પણ બંને સેટ પર સામાન્ય વ્યવહાર કરતા હતા. પોલીસે શીજાનની વ્હોટ્સએપ ચેટ્સમાંથી 250-300 પાનાંની વાતચીત કાઢી છે. આ વાતચીત જૂન મહિના સુધીની છે. પોલીસ આ ચેટ્સથી બંને વચ્ચેના બ્રેકઅપનું કારણ તપાસી રહી છે. તુનિષા તથા શિજાનની ચેટમાં પ્રાથમિક તપાસમાં એ વાત જાણવા મળી કે હજી સુધી કોઈ આપત્તિજનક ચેટ મળી નથી.  

પોલીસે અડધી રાત્રે ક્રાઇમ સીન રીક્રિએટ કર્યો
પોલીસ શિજાનને 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર મોડી રાત્રે લઈ ગઈ હતી. અહીંયાના મેકઅપ રૂમમાં તુનિષાએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે શિજાનની હાજરીમાં ક્રાઇમસીન રીક્રિએટ કર્યો હતો.

તુનિષાનો ફોન હજી સુધી અનલૉક થયો નથી
પોલીસ હજી સુધી તુનિષાના ફોનને અનલૉક કરી શકી નથી.

ડૉક્ટરે શિજાને અંગે શું કહ્યું?
શિજાન જે હોસ્પિટલમાં તુનિષાને લઈ ગયો હતો તે ડૉક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે. ડૉક્ટરે કહ્યું હતું કે શિજાન સતત રડતો હતો. તે બસ એક જ વાત કહેતો હતો કે કંઈ પણ કરો, પરંતુ તુનિષાને બચાવી લો.  

તુનિષાનાં ગઈ કાલે અંતિમ સંસ્કાર થયાં
તુનિષાના અંતિમ સંસ્કાર મંગળવાર, 27 ડિસેમ્બરના રોજ મીરા રોડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવ્યા હતા. તુનિષાના અંકલે મુખાગ્નિ આપ્યો હતો. આરોપી શિજાનની માતા તથા બહેન પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. દીકરીના અંતિમ સંસ્કારમાં માતા વનીતા બેભાન થઈ ગઈ હતી અને પરિવારે માંડ માંડ તેમને સંભાળ્યા હતા. શિજાનની બહેન અંતિમ સંસ્કાર દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow