સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત મેઘમહેર વરસતી રહી છે અને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ જતા આજે રાત્રે 9 કલાકે આ મહાકાય ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા જ એક અભૂતપૂર્વ વિક્રમ રચાયો હતો. આ ડેમનું નિર્માણ થયું ત્યાર બાદ એક પણ વખત આ ડેમ સતત ચાર વર્ષ ખોવરફ્લો થયો ન હતો પણ છેલ્લાં ચાર વર્ષ, 2020થી 2023, ચારેય વર્ષે આ ડેમ ઓવરફ્લો થતા એક જ ઇતિહાસ સર્જાયો છે.

સાથે ભાવનગર જિલ્લામાં પાક અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી 34 ફૂટ છે અને પાણીની આવક 1800 કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ગત વર્ષે આ ડેમ 15 સપ્ટેમ્બરે છલકાયો હતો તો આ વર્ષે વધુ મેઘમહેરને લીધે 56 દિવસ પૂર્વે 21 જુલાઇએ આ ડેમ છલકાયો છે. આ ડેમમાં સવારથી પાણીની આવક 28,600 ક્યૂસેક હતી. તે આજે રાત્રે ઘટીને 1800 ક્યસેક થઇ ગયો હતો. શેત્રુંજી ડેમની નહેરો ડાબા અને જમણા બન્ને કાંઠે આવેલી છે.

ડાબા કાંઠાની નહેરની લંબાઈ 96 કિ.મી.ની છે જેની પાણીની વહન શક્તિ 14.72 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે તો જમણા કાંઠાની નહેરની લંબાઈ 57 કિ.મી.ની છે જેમાં પાણીની વહનશક્તિ 19.68 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે. 12 હજાર હેક્ટર જેટલી જમીનમાં આ પાણીથી સિંચાઈને લાભ મળે છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow