અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે

અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે

મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. જે બાદ તંત્રની કામગીરીની પણ પોલ ખુલી રહી છે. મોરબી જેવી અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર અગમચેતી જાય તો સારૂ. અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે જેને લઈ સ્થાનિકો દ્વારા અનેક સવાલ પણ કરવામાં આવી રહ્યાં છે.

શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમા
મોરબી જેવી દુર્ઘટનાની રાહ અમદાવાદ જોતું હોય તેવું વર્તમાનમાં તો જણાઈ રહ્યું છે. નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે. જે બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિદ્રામાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. જે બ્રિજ પરથી મોટી સેખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. જાણે કે AMC અને સત્તાધીશો મોટી હોનારતની રાહ જોઈ રહ્યાં હોય તેમ જે બાબતે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યાં નથી. બ્રિજના સમારકામને લઈ બેદરકારી દાખવી રહ્યાં છે.  

બ્રિજના સમારકામને લઈ સવાલો
બ્રિજના સમારકામને લઈ વર્તમાનમાં સવાલો ઉઠી રહ્યાં છે. શું અમદાવાદમાં પણ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? કે પછી શાસ્ત્રી બ્રિજની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર શું કરી રહ્યું છે? તંત્રને સમગ્ર બાબતથી અંધકારમાં છે. જાણ છે તો બ્રિજના સમારકામમાં આળસ દાખવી રહ્યું છે તંત્ર? લોકો સવાલો કરી રહ્યા છે કે, હજુ કેટલાક નિર્દોષો તંત્રની બેદરકારીનો ભોગ બનશે? લોકો તંત્રને સવાલ કરી રહ્યાં છે કે, મોરબીમાંથી AMC શિખ લેશે?, શાસ્ત્રી બ્રિજ ક્યારે થશે રિપેર? સવાલો ઉઠી રહ્યાં છે કે, શાસ્ત્રી બ્રિજમાં દુર્ઘટના રોકી શકાશે?. દુર્ઘટના અટકાવાવ AMC શું કરશે?, AMCના સત્તાધિશો બ્રિજ ક્યારે જોશે? AMCના સત્તાધિશો ACમાંથી બહાર નિકળશે? બ્રિજને લઈ લોકોના અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow