શાંતાબા મેડિકલ કોલેજને 5 કરોડનો દંડ!

શાંતાબા મેડિકલ કોલેજને 5 કરોડનો દંડ!

નવ માસ પહેલા અમરેલી સિવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારીના પરિણામે મોતીયાનુ ઓપરેશન કરાવનાર દર્દીઓએ આંખ ગુમાવ્યાના કેસમા તપાસ કમિટીના અહેવાલના આધારે રાજય સરકારે આજે આકરા પગલા લઇ શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત અનેક શિક્ષાત્મક પગલા જાહેર કરી પીડિતોને વળતરનો પણ હુકમ કર્યો છે. આખરે અંધાપાકાંડમા અમરેલી સિવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારી તપાસમા ખુલીને સામે આવી છે. જે તે સમયે હોસ્પિટલના સતાધીશોએ આ ઘટનાને છુપાવવા ધમપછાડા કર્યા હતા.

એક પછી એક 12 દર્દીઓ આ અંધાપાકાંડનો ભોગ બન્યા
એટલુ જ નહી દ્રષ્ટિ ગુમાવનારા પીડિતો પ્રત્યે સંવેદના વ્યકત કરવાના બદલે તેમની કોઇ મદદ કરાઇ ન હતી. પરંતુ સરકારે આખરે જવાબદારોનો કાન પકડયો છે. નવ માસ પહેલા અમરેલી સિવીલમા મોતીયાના ઓપરેશન કરાવનાર દર્દીઓની આંખો ધડાધડ ખરાબ થવા લાગી હતી. એક પછી એક 12 દર્દીઓ આ અંધાપાકાંડનો ભોગ બન્યા હતા. અમરેલી સિવીલ હોસ્પિટલમા તારીખ 16/11/22થી તારીખ 23/11/22 સુધીના સમયગાળામા ઓપરેશન બાદ આ 12 દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હતી. જે ઘટના છુપાવાઇ હતી.

સર્જન અને સ્ટાફની ભુલો પણ સામે આવી
​​​​​​​આ અંગે મામલો બહાર આવ્યા બાદ ઇન્કવાયરી કમિટી રચવામા આવી હતી જેણે રાજ્ય સરકારને રીપોર્ટ સોંપ્યો હતો. જેમા માળખાકીય સુવિધાની ખામી, દવા વપરાશ અને સાધન સામગ્રી પણ ખામીયુકત હોવાનુ ફલિત થયુ હતુ. ઉપરાંત સર્જન અને સ્ટાફની ભુલો પણ સામે આવી હતી. જેને પગલે સરકારે હોસ્પિટલને પાંચ કરોડનો દંડ, સંપુર્ણ દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને 10 લાખનુ વળતર, આંશિક દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને 5 લાખનુ વળતર તથા સારવાર બાદ સાજા થયેલા દર્દીને 2 લાખનુ વળતર મેડિકલ કોલેજ દ્વારા ચુકવાય તેવો હુકમ કર્યો હતો. સરકારે જવાબદાર તબીબ સામે કડક પગલા લેવા પણ આદેશ કર્યો છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow