વિવાદના બેશરમ રંગ: દીપિકાને ગ્લેમરસ લુક આપનારી ડિઝાઈનરનો બોલ્ડ લુક જોઈ ઘાયલ થઈ જશો

પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાની બિકિનીના કલરને લઇને વિવાદ છેડાયેલો છે. આ ગીતમાં દીપિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ લુકમાં દેખાઈ છે. જો કે, જેમણે દીપિકાને આ લુક આપ્યો છે, તે પણ તેનાથી ઓછી ઉતરે એવી નથી.

દીપિકા પાદુકોણના જે લુકની આટલી ચર્ચા થઇ રહી છે, તેમને આ લુક આપનારી સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ શાલીન નથાની છે, જે સેલિબ્રિટીઓને સ્ટાઈલિશ લુક આપવા માટે ઓળખાય છે.

શાલીન બી ટાઉનની દુનિયાની જાણીતી સ્ટાઈલિસ્ટ છે, જે દીપિકાની સાથે-સાથે શાહરૂખ ખાન, તમન્ના ભાટિયા, રણવીર સિંહ, કાર્તિક આર્યન જેવા મોટી સેલિબ્રિટીઓ માટે ડ્રેસ ડિઝાઈન કરી ચૂકી છે.

પોતાની સ્ટાઈલિશ ડિઝાઈનથી શાલીન સેલિબ્રિટીઓને જેટલો સુંદર લુક આપે છે, તેટલી જ તેમનાથી વધુ ગ્લેમરસ છે.

શાલીન નથાની દેખાવે અત્યંત સુંદર છે, તો ગ્લેમર મામલે તે બોલીવુડ અભિનેત્રીઓથી ઓછી ઉતરે એવી નથી. તે વારંવાર સોશિયલ મીડિયામાં સુંદર તસ્વીરો શેર કરતી રહે છે.

શાલીન નથાનીના ઈન્સ્ટાગ્રામ પર તેમની આ પ્રકારની ઘણી સ્ટાઈલિશ તસ્વીરો છે. જેની સાથે તે ખૂબ બોલ્ડ પણ છે અને તે સોશિયલ મીડિયામાં બિકિની લુકમાં પણ તસ્વીરો શેર કરી ચૂકી છે.