શરમજનક ઘટના ! કપડાં પહેર્યા વગર હોટલમાં ફરી રહી હતી સેલિબ્રિટી, પોલીસે શાન ઠેકાણે લાવી

શરમજનક ઘટના ! કપડાં પહેર્યા વગર હોટલમાં ફરી રહી હતી સેલિબ્રિટી, પોલીસે શાન ઠેકાણે લાવી

મહિલા પર પોલીસ પર હુમલો કરવાનો આરોપ

મહિલાએ પોલીસની સાથે પણ ગુંડાગર્દી શરૂ કરી દીધી. હોટલના સ્વિમિંગ પૂલ એરિયામાં કપડા વગર ફરવુ અને હોબાળો મચાવવાના કારણે એક સોશિયલ મીડિયા સેલિબ્રિટીની ધરપકડ કરવામાં આવી છે. જેના પર પોલીસ પર હુમલો કરવો અને હોટલમાં ગુંડાગર્દી કરવાનો પણ આરોપ છે. 26 વર્ષની નિકિતા ડ્રેગુન ટ્રાન્સજેન્ડર છે. પોતાની ટ્રાન્જિશન, મેકઅપ અને સ્ટાઈલ સાથેનુ કન્ટેન્ટ શેર કરવાને લઇને તે સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે. યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર નિકિતાના આશરે 27 મિલિયન ફૉલોઅર્સ છે. નિકિતા ડ્રેગુનની અમેરિકાના મિયામીમાં ધરપકડ કરવામાં આવી છે. નિકિતાની ધરપકડ પર તેના પ્રતિનિધિઓ તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી.  

7 નવેમ્બરે નિકિતા સામે ફરિયાદ નોંધાઈ હતી

ગયા અઠવાડિયે નિકિતાએ મિયામીની પોતાની તસ્વીરો અને વીડિયોને શેર કર્યા હતા. તેને મિયામી બીચ પર રહેલ ધ ગુડટાઈમ હોટલમાં પણ જોઇ હતી. એરેસ્ટ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે 7 નવેમ્બરે સાંજે 6 કલાકે નિકિતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આખા મામલાની તપાસ માટે પોલીસ પહોંચી.

નિકિતા તોફાન ઉભુ કરી રહી હતી

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે હોટલ સિક્યોરિટીએ પોલીસને કહ્યું કે નિકિતા ખૂબ ડિસ્ટર્બન્સ ઉભુ કરી રહી હતી અને હોટલને અવ્યવસ્થિત કરી રહી હતી. તે કપડા પહેર્યા વગર પૂલ એરિયામાં ફરી રહી હતી. જ્યારે તેને આમ કરતા અટકાવવામાં આવી તો તેણે હોટલ સ્ટાફ પર પાણી ફેંક્યુ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow