સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યક્તિ દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ માનવ અધિકાર પંચ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. રાજ્ય પોલીસવડાને નોટિસ આપી આ મામલે બે અઠવાડિયાંમાં વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે મારામારીના એક કેસમાં સામેલ સગીર આરોપીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાખી એક વ્યક્તિએ માથાના વાળ ખેંચી કાઢ્યા હતા, જેનો વીડિયો એક પોલીસકર્મી દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. એ વાઈરલ થયા બાદ આ મામલે વાળ ખેંચનાર અને વીડિયો બનાવનાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓ પૈકી એક 17 વર્ષીય સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વીડિયો વાઇરલ થતાં સગીર આરોપીનાં દાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.31.08.2025ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યે રૈયા રોડ પર કનૈયા ચોક પાસે મારા પૌત્ર તથા તેના અન્ય ચાર-પાંચ મિત્રોને કોઈ સાથે ઝઘડો થયો હતો, જેમાં તે છોકરાને છરી વાગી હતી. આ બનાવ બાદ મારો પૌત્ર એ દિવસે રાત્રિના સમયે મારા ઘરે હતો ત્યારે આશરે 12.30 વાગ્યે પોલીસ મારા ઘરે તપાસમાં આવી હતી અને મારા પૌત્રની પૂછપરછ કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી.

Read more

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્થળની પસંદગી હવે કરાશે.સૌરાષ્ટ્ર ઝો

By Gujaratnow
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુ

By Gujaratnow
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ

By Gujaratnow