જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે

19 નવેમ્બરે બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે. બેંક કર્મચારીઓના હડતાળ પર જવાને પગલે બેંકના કામકાજ પ્રભાવિત રહેશે. મહત્વનુ છે કે 19 નવેમ્બરે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પલોય એસોસિએશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે.

આખા દેશમાં બેંક હડતાળ

ઉલ્લેખનીય છે કે બેંક ઑફ બરોડાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જાણકારી આપી છે કે ઑલ ઈન્ડિયા બેંક એમ્પલૉય એસોસિએશનના જનરલ સેક્રેટરીએ હડતાળ પર જવા માટે ઈન્ડિયન બેંક એસોસિએશનને નોટીસ જાહેર કરી છે. આ નોટીસમાં યુનિયને પોતાની માંગને લઇને 19 નવેમ્બરે હડતાળ કરવાની વાત કહી છે.

બેંક કર્મચારીઓનો શુ પ્લાાન છે

બેંકે એવુ પણ કહ્યું છે કે હડતાળના દિવસે બેંક શાખાઓ અને ઑફિસમાં ઓપરેશન ચાલુ રાખવા માટે યોગ્ય પગલા ઉપાડવામાં આવી રહ્યાં છે. પરંતુ જો હડતાળ પર બેંક કર્મચારી જાય છે તો બેંક શાખાઓ અને ઓફિસનુ કામકાજ પ્રભાવિત થઇ શકે છે. ખરેખર 19 નવેમ્બરે શનિવાર છે અને દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક એમનેમ પણ બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે પણ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow