સેન્સેક્સ 49 પોઇન્ટ વધીને 59,549 પર બંધ, સરકારી બેંકોના શેર્સમાં ઊછાળો

સેન્સેક્સ 49 પોઇન્ટ વધીને 59,549 પર બંધ, સરકારી બેંકોના શેર્સમાં ઊછાળો

ભારતીય શેર બજારમાં અઠવાડિયાના બીજા કારોબારી દિવસે, એટલે મંગળવારે(31 જાન્યુઆરી) નજીવો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 49 પોઇન્ટની સાથે 59,549ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે નિફ્ટી 13 પોઇન્ટની તેજી સાથે 17,662ના સ્તર સુધી પહોંચી ગયું હતું. સતત બીજા કારોબારી દિવસે માર્કેટમાં તેજી રહી હતી. સેન્સેક્સના 30 શેરમાંથી 15માં તેજી જોવા મળી હતી. ત્યારે 15 શેરોમાં ઘટાડો થયો હતો.

SBI અને M&M ટોપ ગેઇનર
SBI, M&M, પાવર ગ્રિડ, અલ્ટ્રાટેક સીમેન્ટ, અદાણી પોર્ટ્સ, આયશર મોટર્સ, BPCL અને JSW સ્ટીલ સહિત નિફ્ટી-50ના 24 શેરમાં તેજી રહી હતી. બજાજ ફાઇનાન્સ, TCS, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, HDFC લાઇફ, સન ફાર્મા, સિપ્લા, એશિયન પેન્ટ્સ અને ડિવિસ લેબ સહિત નિફ્ટીના 25 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે એક શેરમાં કોઈ પણ બદલાવ આવ્યો નહતો.

PSU બેંક સેક્ટરમાં 4.28%ની તેજી
NSEના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 9માં તેજી જોવા મળી હતી. PSU બેંક સેક્ટરમાં સૌથી વધુ 4.28%ની તેજી રહી હતી. મીડિયા સેક્ટરમાં 2.37%, ઓટોમાં 1.89%, મેટલમાં 1.52% અને રિયલ્ટીમાં 1.12%ની તેજી જોવા મળી હતી. બેંક, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, FMCG અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં સામાન્ય તેજી જોવા મળી હતી. ફક્ત IT અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો થયો હતો.

સોમવારે પણ તેજી સાથે બંધ થયું હતું બજાર
આ અગાઉ શેર બજારમાં અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ, એટલે સોમવારે(30 જાન્યુઆરી) તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 169 પોઇન્ટની તેજી સાથે 59,500ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે નિફ્ટી 44 પોઇન્ટની તેજી સાથે 17,648 સ્તર પર પહોંચી ગયું હતું.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow