સેન્સેક્સ 780 પોઈન્ટ ઘટીને 84,181 પર બંધ
8 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 780 પોઈન્ટ ઘટીને 84,181 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 264 પોઈન્ટ ઘટીને 25,877 પર બંધ થયો હતો.
સવારે બજારની શરૂઆત નેગેટિવ રહી હતી. શરૂઆતના કેટલાક કલાકોમાં બજારે રિકવર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતિમ કલાકોમાં મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને બેંકિંગ શેરોમાં વેચવાલી વધુ તેજ બની હતી.
કોલ ઈન્ડિયાની પેટાકંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)નો IPO આવતીકાલે એટલે કે 9 જાન્યુઆરીથી ખુલશે. આ ઈશ્યુ 13 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપની આ દ્વારા 1,071.11 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.