Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
PM Modi

PM મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય જુઓ કયા નેતાને આપ્યો, બેઠકમાં કરાયું સન્માન

Gujaratnow1 min read
PM મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય જુઓ કયા નેતાને આપ્યો, બેઠકમાં કરાયું સન્માન

ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો ભલે ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા હોય પણ હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યું છે. આજે સંસદ ભવનમાં ભાજપની સંસદીય દળની બેઠક દરમ્યાન PM મોદીએ ગુજરાતની જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો.

બુધવારે ભાજપના સાંસદોએ ગુજરાતમાં પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ શિયાળુ સત્રમાં ભાજપ સંસદીય દળની આ પહેલી બેઠક હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એક કાર્યકરના જણાવ્યાનુસાર વડાપ્રધાને કહ્યું હતું કે, રાજ્યમાં મોટી જીતનો શ્રેય સીઆર પાટીલને આપવો જોઈએ. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપે પ્રચંડ જીત સાથે 182માંથઈ 156 બેઠકો મેળવી છે.

શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્ય એકમ ગુજરાત એકમની જેમ કરશે તો પાર્ટીની પ્રદર્શન હમેંશા સારું રહેશે. PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીએ આવા નિર્ણાયક જનાદેશ આપવા બાદ રાજ્યની જનતાનો આભાર માનવો જોઈએ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

Gujaratnow1 min read

Related News