રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલા પણ સદમામાં, ઈન્સ્ટાગ્રામ પર જુઓ શું કહ્યું

રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલા પણ સદમામાં, ઈન્સ્ટાગ્રામ પર જુઓ શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે શુક્રવારે સવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત જોઈને લોકોનો જીવ તાળવે ચોંટી ગયો. રિપોર્ટ અનુસાર ઋષભ પંતની મર્સિડીઝ દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

જે તસવીરો સામે આવી છે તે હૃદયને હચમચાવી દે તેવી હતી. દુર્ઘટના બાદ કારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. લોકોને તેમના મનપસંદ ક્રિકેટરની ચિંતા કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાકને અભિનેત્રી ઉર્વશી રૌતેલા યાદ આવી.

રિષભ પંતનો થયો અકસ્માત
ઉર્વશી રૌતેલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કદાચ તેને આશા હતી કે આ ભયાનક અકસ્માત પછી તે ઋષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો સંદેશ મોકલશે અને તે જ થયું. ઉર્વશીએ હાલમાં જ એક તસવીર શેર કરી જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે 'પ્રેયિંગ'. લોકોએ તેની સુંદરતા પર ધ્યાન પણ ન આપ્યું અને ઉલટું તેને જ ટોણા મારવા લાગ્યા.

ઉર્વશી રૌતેલાએ કરી પ્રાર્થના
એક યુઝરે તેને લખ્યું- અરે કેમ ફોટો પોસ્ટ કરી રહ્યા છો, ઋષભ ભાઈનો અકસ્માત થયો છે, ગેલ વેલ સૂન રિષભ પંત. તો બીજાએ લખ્યું કે તેથી જ તેણે કેપ્શનમાં "પ્રેયિંગ" લખ્યું. એક યુઝર્સ એટલો ગુસ્સે થયો કે તેણે સીધું જ લખ્યું – પડી ગઈ કાળજાને ઠંડક?તો એક યુઝરે લખ્યું કે આરપી કોણ છે જાણતી નથી પરંતુ પોસ્ટની સાથે લખ્યું છે કે પ્રાર્થના કરીશ. તો એકે લખ્યુ ટેન્શન ન લે તે આઉટ ઓફ ડેન્જર છે. અમે તો કરી રહ્યા છીએ પ્રેયર.

લોકોએ કર્યું ટ્રોલ
જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ ઉર્વશી અને ઋષભના નામના ચર્ચા થવા લાગ્યા ત્યારે એક્ટ્રેસે કહ્યું કે આરપી તેને મળવા દિલ્હીના હોટલ રૂમમાં આવ્યા હતા અને કલાકો સુધી રાહ જોઈ. જેના જવાબમાં ઋષભ પંથે લખ્યું કે, 'મારો પીછો છોડી દો દીદી'. ત્યાર બાદ બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ. ઉર્વશી રૌતેલાએ પણ નામ લીધા વગર તેમના માટે છોટૂભૈયા કહીને પોસ્ટ કરવાનું શરૂ કરી દીધુ.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow