સીટ બેલ્ટ મહિલાઓની છાતીના ભાગમાં ઓછો અસરકારક

સીટ બેલ્ટ મહિલાઓની છાતીના ભાગમાં ઓછો અસરકારક

યુ.એસ.ની વર્જિનિયા યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, સીટ બેલ્ટ પહેરવા છતાં પણ આમને-સામનેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થવાની શક્યતા પુરુષો કરતાં સ્ત્રીઓને 73% વધુ છે.

એનું કારણ એ છે કે વર્તમાન ઓટોમોબાઈલ સેફ્ટી પ્રોટોકોલ હેઠળ કાર કંપનીઓ દ્વારા જે પ્રકારના સેફ્ટી ફીચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે એ મહિલાઓને બદલે પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

સ્વીડનના સંશોધકોએ તાજેતરમાં વિશ્વની પ્રથમ મહિલા ક્રેશ ડમી બનાવી છે. આ ક્રેશ ડમીનો ઉપયોગ કરીને ઓટોમોબાઈલ કંપનીઓ જાણી શકશે કે અકસ્માતની સ્થિતિમાં મહિલાઓનું જોખમ પુરુષો કરતાં કેવી રીતે અલગ છે અને તેમના માટે સેફ્ટી ફીચર્સમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂર પડશે. જોકે કાર કંપનીઓએ હજુ સુધી ક્રેશ ટેસ્ટમાં આ ફીમેલ ડમીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું નથી.

જાણો... કારના ક્રેશ ટેસ્ટમાં મહિલા ડમીનો ઉપયોગ શા માટે જરૂરી છે અને ભારતમાં કાર ચલાવતી મહિલાઓ માટે કેમ વધુ જોખમ છે…‌‌વિશ્વના પ્રથમ ગંભીર કાર અકસ્માતમાં મહિલાનું મોત

‌                                                          મેરી વોર્ડ કાર અકસ્માતમાં મૃત્યુ પામનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ હતી. એ સમયે તે માઇક્રોસ્કોપી પર પુસ્તક લખી રહી હતી‌1869માં આયર્લેન્ડના એક શહેરમાં એક મહિલા મેરી વોર્ડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ કદાચ વિશ્વનો પ્રથમ ગંભીર કાર અકસ્માત હતો, જેમાં કોઈનું મૃત્યુ થયું હતું. મેરી વોર્ડની કાર સ્ટીમ એન્જિન હતી. એક સમયે તેની કારની સ્પીડ ઘણી વધારે હતી અને તે ચાલતા વાહનમાંથી નીચે પડી ગઈ હતી. રોડ પર પટકાવાને કારણે તેની ગરદન તૂટી ગઈ હતી.

ત્યારથી કારમાં સેફ્ટી ફીચર્સ પર અભ્યાસ પણ શરૂ થઈ ગયો હતો. માર્કેટમાં લોન્ચ થતાં પહેલાં જોવામાં આવ્યું હતું કે કારની બ્રેક કેટલી અસરકારક છે. હાઇડ્રોલિક બ્રેકિંગ સિસ્ટમ કારની પ્રથમ સુરક્ષા વિશેષતા હતી. એ સરળ યાંત્રિક બ્રેકિંગનું સ્થાન લે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow