કચ્છના રણમાં મશરૂમની ખેતી કરતા વૈજ્ઞાનિકોએ શોધ્યું કેન્સરમાં ઉપયોગી દુર્લભ તત્વ ‘એસ્ટાટાઈન’

કચ્છના રણમાં મશરૂમની ખેતી કરતા વૈજ્ઞાનિકોએ શોધ્યું કેન્સરમાં ઉપયોગી દુર્લભ તત્વ ‘એસ્ટાટાઈન’

વિશ્વભરમાં કેન્સરના દર્દીઓ દિવસો દિવસ વધતાં જાય છે. એક સર્વે મુજબ દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના કારણે અંદાજે 96 લાખ લોકોના મોત નિપજે છે. જેને નાથવા માટે દુનિયાની મોટી મોટી આરોગ્ય સંસ્થાઓ અત્યાધુનિક સારવાર માટે સંશોધન કરી રહ્યું છે. હાલ સર્વ માન્ય ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે તે કીમો થેરાપી અને રેડીએશનમાં ઉપયોગમાં લેવાતું એક કુદરતી દુર્લભ તત્વ ‘એસ્ટાટાઈન’ કચ્છના રણમાં મશરૂમની ખેતી દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા શોધાયું છે. ગાઇડ સંસ્થા દ્વારા તબીબી અને ખાદ્ય પદાર્થ તરીકે વિકસિત કરેલા મશરૂમની પ્રયોગશાળામાં ઉંડાણપૂર્વક સંશોધન કરતા આશાનું કિરણ જીવંત થયું છે.

કુદરતી દુર્લભ તત્વ ‘એસ્ટાટાઈન’ મશરૂમની ખેતી દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા શોધાયું
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા 2017 થી મશરૂમમાં રહેલા તત્વો વિશે અભ્યાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ખાસ પ્રકારે ઘઉંના વતરા સાથે મશરૂમનું વાવેતર કરી અને ઉત્પાદન કરવાના પ્રયોગ દરમિયાન તેમાં રહેલા તત્વોનું સંસ્થાના વૈજ્ઞાનિકોએ વધુ અભ્યાસ કરતા દુનિયામાં ખૂબ ન્યૂનતમ પ્રમાણમાં ઉપલબ્ધ છે તેવા એસ્ટાટાઈનની હાજરી દેખાતા અચંબિત થયા હતા. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા GUIDEના મુખ્ય વૈજ્ઞાનિક કે કાર્તિકેયનના જણાવ્યા મુજબ, વિશ્વભરના સંશોધકોએ શોધી કાઢ્યું છે.

ઉંડાણપૂર્વક સંશોધન કરતા આશાનું કિરણ જીવંત થયું
કે આ રેડિયોએક્ટિવ તત્વ ટ્યુમર અને અન્ય કેન્સરની સારવાર માટે રેડિયો ઈમ્યુનોથેરાપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. કારણ કે તે ગાંઠને મારી નાખે છે. જો કે, એસ્ટાટાઈનના ઉપચારાત્મક ઉપયોગ પર વિશ્વમાં અને સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ સમસ્યા આ તત્વના મર્યાદિત પુરવઠાની છે. કારણ કે માત્ર થોડા જ સ્થળે તેને બનાવી શકે છે. એસ્ટાટાઇન એ પૃથ્વી પરનું દુર્લભ તત્વ છે, કોઈપણ સમયે કુદરતી રીતે માત્ર 25 ગ્રામ જ થાય છે. પરિણામે, ઓછી ઉપલબ્ધતાને કારણે વધુ ઊંડાણપૂર્વકનું સંશોધન કરવું મુશ્કેલ છે.

કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર વિજય રામે કહ્યું કે, ગાઇડના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળા મૂલ્યાંકન માટે કેટલાક ખાદ્ય મશરૂમ્સ આપ્યા જે સેમ્પલના સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ પર પરીક્ષણ દરમિયાન, અમને દુર્લભ તત્વ એસ્ટાટાઈન મળી આવ્યું. અમે આ તત્વની હાજરીની પુષ્ટિ કરી અને સંસ્થાને જાણ કરી.

એસ્ટાટાઈન પૃથ્વીના પેટાળમાં જોવા મળતું દુર્લભ કુદરતી તત્વ
એસ્ટાટાઈન એ એટમિક 85નું પ્રતીક ધરાવતું કિરણોત્સર્ગી તત્વ છે. તે પૃથ્વીના પેટાળમાં જોવા મળતા દુર્લભ કુદરતી તત્વ તરીકેની વિશિષ્ટતા ધરાવે છે, કારણ કે તે માત્ર ભારે તત્વોના કિરણોત્સર્ગી કચરાથી ઉત્પન્ન થાય છે. તત્વ હળવા કન્જેનર, આયોડિન જેવું જ છે. જ્યારે તે હેલોજન (નોનમેટલ) છે, તે તેમના જૂથના અન્ય તત્વો કરતાં વધુ ધાતુનું પાત્ર ધરાવે છે. જો કે, તત્વની પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન કરવામાં આવ્યું નથી.

એસ્ટાટાઈન માત્ર કેન્સરના કોષોનો જ નાશ કરે છે
કોબાલ્ટ રેડિયેશનનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કીમોથેરાપીમાં થાય છે. પરંતુ લાંબા સમય સુધી શરીરની અંદર આ તત્વ રહે છે અને કેન્સરના કોષો ઉપરાંત તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડે છે, જેના પરિણામે આડ અસર થાય છે. જ્યારે એસ્ટાટાઈન માત્ર કેન્સરના કોષોને લક્ષ્ય બનાવી નાશ કરે છે અને થોડા સમય પછી નિષ્ક્રિય થઈ જાય છે, માત્ર આઠ કલાક સુધી તેનો જીવંત કાળ હોવાથી શરીરને ન્યૂનતમ નુકસાન થાય છે. > વિજય કુમાર, ડિરેક્ટર, ગાઇડ

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow