રાજકોટમાં કપાસિયાના નામે પામોલીન તેલ વેચવાનું કૌભાંડ

રાજકોટમાં કપાસિયાના નામે પામોલીન તેલ વેચવાનું કૌભાંડ

રાજકોટ શહેરમાં નફાખોરી માટે ભેળસેળ અને હલકી ગુણવત્તાની વસ્તુઓ વધુ પૈસા લઈને વેચવાની વૃત્તિ અમુક તત્ત્વોમાંથી જતી જ નથી. ફરી એકવાર આવા લેભાગુ તત્ત્વોનો પર્દાફાશ થયો છે. ફૂડ શાખાએ લીધેલા એક સેમ્પલમાં કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.

કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું
મનપાની ફૂડ શાખાએ દોઢ મહિના પહેલા ચુનારાવાડ-4માં સુનિલ હરેશ રાવતાણીની પેઢીમાં વેચાતા સ્વસ્તિક બ્રાન્ડ કપાસિયા તેલના 1 લિટર પેકેટનો નમૂનો લીધો હતો. આ પેઢીમાં લૂઝ તેલ મગાવીને તેને ફરી પેકિંગ કરી લેબલ લગાવી વેચવામાં આવતું હતું. સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવતા તંત્ર પણ ચોંક્યું હતું કારણ કે, જે તેલ કપાસિયાના નામે વેચાઈ રહ્યું છે તેમાં 1 ટકા પણ કપાસિયાની હાજરી મળી નથી. આ તમામ તેલ પામોલીન જ હતું અને તેને કપાસિયાના નામે વેચી દેવાતું હતું. આ નમૂનો ફેલ થતા હવે એજ્યુડિકેટિંગ ઓફિસર અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલશે.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow