SBIના અર્થશાસ્ત્રીઓનો ભારતના ઝડપી ગ્રોથને લઇને આશાવાદ

SBIના અર્થશાસ્ત્રીઓનો ભારતના ઝડપી ગ્રોથને લઇને આશાવાદ

ભારત વર્ષ 2029 સુધી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો PM મોદીએ આશાવાદ વ્યક્ત કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIના અર્થશાસ્ત્રીઓએ તેનો અંદાજ સુધારતા ભારત વર્ષ 2027 સુધીમાં જ વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનો ખિતાબ હાંસલ કરી લેશે તેવું જણાવ્યું હતું.

SBIના અર્થશાસ્ત્રીઓ અનુસાર ભારતનો જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.5% રહેશે. વર્ષ 2014થી ભારત દ્વારા જે રસ્તો અપનાવવામાં આવ્યો હતો તેમજ માર્ચ 2023 આધારિત જીડીપીના વાસ્તવિક ડેટાને ધ્યાનમાં રાખતા ભારતનું અર્થતંત્ર વર્ષ 2027 સુધીમાં જ ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રનું બિરુદ મેળવી લેશે. તેમાં વર્ષ 2014થી 7 સ્થાનનો સુધારો કરવામાં આવ્યો છે જ્યારે ભારત 10માં ક્રમે હતું અને તેમાં વર્ષ 2029થી વર્ષને 2027 કરવામાં આવ્યું છે. RBIએ ભારત 6.5%ના દરે વૃદ્ધિ નોંધાવે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે, જે અત્યાર સુધીનું સર્વાધિક અનુમાન કહી શકાય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow