દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

સૉરીની આશા એક પાર્ટનર સાથે કરાય છે તે ખોટુ છે

બંને તરફથી થતી પહેલ જ સંબંધની મજબૂતીનો આધાર બને છે. પરંતુ ઘણા મામલા એવા હોય છે, જેમાં આ સોરીની આશા ફક્ત એક પાર્ટનર સાથે જ કરવામાં આવે છે. એટલેકે દર વખતે તે સૉરી કહે છે, પછી તેની ભૂલ પણ ના હોય. તેમ છતાં તેણે માફી માંગવી પડે છે. આ એ સમજદાર પાર્ટનર હોય છે, જે તેના સંબંધને સંભાળવાના ભરપૂર પ્રયાસમાં રહે છે, પછી તે ઈચ્છે છે કે વાત ના બગડે તેથી તે જાતે ઝુકી જાય છે.

સૉરી કહેવુ મજબૂરી તો નથી ને?

જ્યારે તમારી કોઈ વાત પર તમારા પાર્ટનર સાથે લડાઈ થાય છે તો અચાનક બધુ સમાપ્ત થતુ દેખાય છે. બંને તરફથી ખૂબ ચર્ચા થાય  છે. ભૂલ ગમે તેની હોય પરંતુ દરેક વખતે તમારે જ સૉરી બોલવુ પડે છે અને તમારુ પાર્ટનર ક્યારેય તમારી પાસે આવીને બાબતો ઉકેલવાનો પ્રયાસ કરતુ નથી. જેનાથી લાગે છે કે તમે એક એવા પાર્ટનર સાથે તેના સંબંધને આગળ વધારી રહ્યાં છો જેના માટે તમારી સાથે હોવુ કોઈ ફરક પડતો નથી. તે તમને ડૉમિનેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંબંધમાં પૂર્ણ થઇ જશે તમારી વેલ્યુ

જો તમારી ભૂલ હોય તો સૉરી કહી દેવામાં કોઈ બુરાઈ નથી. બાબતોનો ઉકેલ લાવવો એ એક સારા પાર્ટનરની નિશાની છે. પરંતુ જો તમારા પાર્ટનરની ભૂલ હોય તેમ છતાં તે સૉરી ના કહે અને તમે તેને સૉરી કહો તેથી સંબંધ જળવાઈ રહે. તો સમજી લો કે તમે તેને પોતાની પર હાવી થવાનુ આમંત્રણ આપી રહ્યાં છો. ધીરે-ધીરે તમારા પાર્ટનરને તમારી આદત થઇ જશે અને સંબંધમાં તમારી રિસ્પેક્ટ સતત ઘટતી જશે. તેથી તમારા આત્મસન્માન સાથે ક્યારેય ગરબડ ના કરશો. જે સાચુ છે તેને સાથ આપો. ઝુકવુ ખોટુ નથી. પરંતુ સામેવાળો તમારી ઝુકવાની આદતને પોતાની જીત માને અને હંમેશા તે ઈચ્છે છે તો તે ખોટુ છે.

‌                          ‌‌                          ‌‌                          ‌‌                          ‌‌

‌‌

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow