રાજકોટમાં 150 પરિવારને વિખૂટાં પડતાં બચાવ્યાં, હવે અકસ્માત અટકાવવા વાહનચાલકોને સમજાવશે

રાજકોટમાં 150 પરિવારને વિખૂટાં પડતાં બચાવ્યાં, હવે અકસ્માત અટકાવવા વાહનચાલકોને સમજાવશે

નાની-નાની વાતમાં ઘર-પરિવારમાં સાસુ-વહુ, ભાઈ- ભાઇ, પતિ-પત્ની, તેમજ દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે રાજકોટની સાથ સેવા સંગઠન નામની સામાજિક સંસ્થાએ છેલ્લા 10 મહિનામાં અનેક લોકોની સમસ્યા સાંભળી તેનું સમાધાન આપ્યું છે. અને આ રીતે 150થી વધુ પરિવારનો માળો વિખેરાતા બચાવ્યો છે. આ સંસ્થાના એક સભ્યએ તાજેતરમાં સવારે અમીન માર્ગ પર વિદ્યાર્થીનો અકસ્માત થતા જોયો હતો. ત્યારે અકસ્માતો અટકે તે માટે જાહેર માર્ગો પર ઊભા રહીને વાહનચાલકોને સમજાવશે. આ સંસ્થામાં કુલ 100 સભ્ય છે. અકસ્માતો અટકે તે માટે એક સભ્યએ પોતાનો વિચાર મૂક્યો અને અન્ય 99 સભ્યે તેને વધાવી લીધો.

આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના સભ્ય જણાવે છે કે, તેઓ જ્યારે મોર્નિંગ વોકમાં જાય છે. ત્યારે જોવામાં આવ્યું છે વાહનચાલકો વધુ સ્પીડમાં અથવા તો રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય છે. આ સમયે રોડ પર વિદ્યાર્થીઓ સાઇકલ અથવા તો ટુ- વ્હિલર લઈને જતા હોય છે અને અકસ્માતનો ભોગ તેઓ બને છે. આમ ઓવર સ્પીડના કારણે અકસ્માતો અટકે તે માટે આ સંસ્થા આગામી દિવસોમાં એક રેલીનું આયોજન કરશે. ત્યાર બાદ અઠવાડિયામાં એકવાર દર 50થી 100 મીટરના અંતરે સભ્યો વાહન ધીમે ચલાવો, કાળજી રાખો જેવા વાક્યો લખીને હાથમાં બોર્ડ-બેનર લઈને ઊભા રહેશે. આ માટે પોલીસ વિભાગ, તેમજ યુવાનો, સહિત અન્ય સામાજિક આગેવાનોને સાથે રાખીને અભિયાન કરશે.

રૂબરૂ ઉપરાંત ટેલિફોનિક હેલ્પલાઈન પણ શરૂ કરાઈ, મહિલા સભ્ય પણ કરે છે કાઉન્સેલિંગ
આ સંસ્થામાં કુલ 100 સભ્ય છે. જેમાં યુવાન, નોકરિયાત, વિદ્યાર્થી, ગૃહિણી, ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ, સીએ વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ મહિલાના પ્રશ્ન આવે તો તેનું કાઉન્સેલિંગ બહેનો કરે છે. જેથી તેઓ ખૂલીને પોતાની વાતચીત કરી શકે. રૂબરૂ સાંભળવા ઉપરાંત 9825033606 હેલ્પલાઈન પણ જાહેર કરી છે. જો કોઈ અરજદાર પોતાની ઓળખ છુપાવી માગે તો તેનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરાય છે.

કિસ્સો - યુવતીને પોતાની ભૂલ સમજાઈ
યુપીએસસીની તૈયારી કરતી એક યુવતીને અભ્યાસ અર્થે બીજા શહેરમાં જવું હતું. પરિવારે અભ્યાસ અર્થે બહાર જવા દેવાનું ટાળ્યું હતું. જેથી યુવતીને લાગી આવ્યું. ઉપરાંત તેના માતા-પિતાએ તેના ભાઈના લગ્ન ધામધૂમથી કર્યા. તો યુવતીને વધારે દુ:ખ થયું. આથી, યુવતીને લાગવા માંડ્યું કે તેના માતા-પિતા તેને પ્રેમ નથી કરતા. યુવતીનું ત્રણ વખત કાઉન્સેલિંગ કર્યુ. સમજાવ્યું કે તેના માતા-પિતા સાથે એકવાર ખૂલીને ચર્ચા કરે. યુવતીએ તેના માતા-પિતા સાથે વાત કરી તો તેને કહ્યું કે, તારી સુરક્ષાને કારણે તને બીજા શહેરમાં અભ્યાસ કરવા જવા દેવા માટે ટાળ્યું. પરંતુ જો તારી ઈચ્છા હોય તો કાલે જ તને મનગમતી સંસ્થામાં એડમિશન કરાવીએ. આમ, યુવતીને પોતાની ભૂલનું ભાન થયું અને તેને માતા-પિતા પાસે માફી માગી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow