સાચવજો! ક્યાંક તમારી માટે પણ Work From Homeની સુવિધા સમસ્યા ના બની જાય, હજારો લોકોએ આ દેશમાં નોકરીઓ છોડી દીધી

કોરોનાએ આપણી જીવનશૈલી પર ઊંડી અસર કરી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા રોગચાળો શરૂ થયો હતો અને હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. કોરોના મહામારીએ ઓફિસના કામકાજ પર પણ મોટી અસર કરી છે. રોગચાળા પછી બજારો ખુલવા લાગ્યા છે પરંતુ ઘણા મોટા દેશો કર્મચારીઓની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બદલાયેલી વર્ક પેટર્નને કારણે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં લોકો નોકરી છોડી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ઘણા મહિનાઓથી ઘરેથી કામ કરવાના કારણે કર્મચારીઓની ગરદન અને પીઠમાં દુખાવો થાય છે.

મળતી માહિતી મુજબ, હજારો કર્મચારીઓને ઘરેથી કામ દરમિયાન સતત ખોટી રીતે બેસવાને કારણે ગરદન અને પીઠની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી. બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટમાં આ અંગે મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, 3 વર્ષ પહેલા 2019માં દેશમાં બીમારીના કારણે કામ ન કરનારા લોકોની સંખ્યા લગભગ 20 લાખ હતી, જ્યારે હવે આ સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે.

62 હજાર કર્મચારીઓએ છોડી નોકરી
એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં 62 હજાર લોકોએ વર્કફોર્મ હોમ દરમ્યાન ગરદન અને કમરમાં દુઃખાવાની ફરિયાદ કરી છે જેના લીધે તેઓએ નોકરી છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે બ્રિટેનમાં નોકરી છોડવાનું સૌથી મોટું કારણ માનસિક બીમારી છે અને બીજા નંબરે ઘરેથી કામ કરવાથી ગરદન અને પીઠનાં દુઃખાવાની સમસ્યા સર્જાઈ છે.

આ ઉંમરની લોકોનાં લોકોમાં સૌથી વધુ જોવા મળે છે આ બિમારી
લંડનનાં એક હેલ્થ એક્સપર્ટનાં રિપોર્ટ મુજબ છેલ્લા એક-બે વર્ષોમાં ગરદન અને કમરનો દુઃખાવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ત્યારે આ સમસ્યા 25 થી 45 વર્ષની ઉંમરના લોકોમાં વધુ જોવા મળી રહી છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું છે કે આના પાછળનું સૌથી મોટું કારણ લેપટોપ પર બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે ગરદનને ઝુકેલી રાખવી અને બેસવાની ખોટી રીત. ત્યારે કેટલાક લોકો આ બિમારીથી એટલા પીડાય છે કે હવે તેઓ બેસીને કામ કરવા પણ સક્ષમ નથી.

કર્મચારીઓએ આધુનિક રીતે કામ કરવું જોઈએ
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પીઠ અને ગરદનના દુખાવાથી છુટકારો મેળવવા માટે દર્દીઓએ આધુનિક રીતે કામ કરવાનું શરૂ કરવું જોઈએ. આ માટે કર્મચારીઓએ અઠવાડિયામાં થોડા દિવસ ઓફિસમાં કામ કરવું જોઈએ અને કેટલાકે ઘરેથી કામ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ ઘરે કામ કરતા પહેલા ઓફિસ જેવું સેટઅપ તૈયાર કરવું જોઈએ અને ધ્યાનમાં રાખો કે એક નાનો વિરામ લો અને થોડી વારમાં એકવાર ચાલો.