ગાંધીનગરમાં રહેતા લોકો સાચવજો: ત્રણ જ દિવસમાં ફરી દેખાયો દીપડો

ગાંધીનગરમાં રહેતા લોકો સાચવજો: ત્રણ જ દિવસમાં ફરી દેખાયો દીપડો

રાજ્યના પાટનગર ગાંધીનગરમા ફરી એકવાર દીપડો દેખાયો હોવાની આશંકા છે. ગાંધીનગર નજીક ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બાસણ પાસે  દીપડાના નિશાન જોવા મળ્યા હતા.  

જેને પગલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમના અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ ગાંધીનગરમાં દીપડો દેખાવાના સમાચાર સામે આવ્યા હતા. જે દરમિયાન સચિવાલય પાસે દીપડો દેખાયો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે શનિવારે પણ વન વિભાગે તપાસ હાથ ધરી હતી.

શનિવારે પણ ગાંધીનગરમાં દીપડો દેખાવાના સમાચાર સામે આવ્યા હતા  

ગત શનિવારે દીપડો દેખાયો હતો જે સાબરમતી નદી તરફ ગયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. શનિવારે એક પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી.  

જે બાદમાં તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ હતી. વિગતો મુજબ દીપડો સચિવાલયના પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આજે ફરી દીપડો દેખાતા વનવિભાગ તંત્ર દોડધામમાં લાગ્યું છે.

2018માં દેખાયો હતો દીપડો

મહત્વનું છે કે, વર્ષ 2018માં નવા સચિવાલયમાં ઘુસી ગયેલા દિપડાએ સમગ્ર રાજ્યનો વહિવટ ઠપ કરી દીધો હતો અને સચિવાલય બંધ રાખવાની નોબત આવી હતી. જોકે તે બાદમાં મહામુસીબતે આ હિંસક દિપડાને વન વિભાગની દસ જિલ્લાની ટીમોએ પકડયો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow