સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેકટિસ શરૂ કરી દીધી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઈંઢોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટના મવડી વિસ્તારમાં બાળાઓ હાલ માથા પર સળગતી ઈંઢોણી અને હાથમાં સળગતી મશાલ સાથે રાસના સ્ટેપ્સ શીખી રહી છે.

રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સળગતી ઇંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે. મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા 18 વર્ષથી ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવે'ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો ગરબે ઘૂમતી બળાઓને નિહાળી આદ્યશક્તિની આરાધનામાં લીન બને છે.

શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણી રાસ યોજાય છે. રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે તેમજ તે વેળાએ માતા દુર્ગાની પ્રચંડ શકિત આ બાળાઓમાં હોય તેવો અહેસાસ આ રાસ જોનાર દરેક વ્યક્તિને પણ થાય છે. આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર અને હાથમાં મશાલ તરીકે ધારણ કરે છે. હાલ આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેકટીસ કરતી બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Read more

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow
સાયલન્ટ કિલર્સથી તમારા વ્યવસાયના વિકાસને બચાવવા માટે 5 એક્શન-પેક્ડ રીતો

સાયલન્ટ કિલર્સથી તમારા વ્યવસાયના વિકાસને બચાવવા માટે 5 એક્શન-પેક્ડ રીતો

બજારના ક્રેશ કે આક્રમક સ્પર્ધકને કારણે દરેક બિઝનેસ મૃત્યુ પામતો નથી. ઘણા બિઝનેસ ચુપકિદીથી મૃત્યુ પામે છે. આવક સ્થિર દેખાય છે, કર્મચારીઓ

By Gujaratnow