સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી નવેમ્બર માસથી ફરી પરીક્ષાઓનો દોર શરૂ થશે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ જાહેર કરેલ મુજબ નવેમ્બર મહિનામાં સેમેસ્ટર 1 ના 58 અને સેમેસ્ટર 3 ના 23 કોર્ષની પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર કરેલ કેટલીક પરીક્ષા ટાઈમ ટેબલ કોર્ષ પૂર્ણ ન થવાના કારણે બદલાવી નવેમ્બરમાં લેવા જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ સત્તાવાર કરેલ જાહેરાત મુજબ બી.એ., બી.કોમ., બી.એસસી.,બી.બી.એ..બી.જે.એમ. સી. સહિતની બેચલર ડીગ્રી ઉપરાંત એમ.એ., એમ.કોમ. અને એમ. એસસી. સહિત 58 કોર્ષના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.21 નવેમ્બરથી શરૂ થશે. જેમાં એક્ઝામનો સમય સવારે 10.30 થી 1 અને બી.એ., બી.કોમ. બપોરે 2.30 થી 5 વાગ્યા સુધીનો રહેશે. જયારે સેમ.3 માં બી.એ.બી. કોમ.,બી.એસસી., બી.બી.એ., એમ. એ.. એમ.કોમ. સહિતના 23 કોર્ષની એક્ઝામ 9 નવેમ્બરથી શરુ થશે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow