સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ રદ કરવાની, બી.કોમ સેમેસ્ટર-1 નું પરિણામ તાત્કાલિક જાહેર કરવાની અને છેલ્લા બે વર્ષથી અટકેલી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા આ વર્ષે લેવાઈ તે માટેની માંગણી કરી હતી. તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 4 ઓગસ્ટના RSS કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક જાહેર કરવા માંગણી કરાઈ ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ખાડે ગયું છે. જાન્યુઆરી 2025માં બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ હજુ સુધી જાહેર થયું નથી. આ સાથે જ અન્ય અનેક રિઝલ્ટ એવા છે કે, જે જાહેર ન થતા વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડે છે. જેથી વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે.

આ ઉપરાંત બીજો મુદ્દો એ છે કે, છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર સંલગ્ન સરકારી 15 યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS ( ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલ) ના નામે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને લૂંટવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તે બાબતે આજે કુલપતિના માધ્યમથી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, આગામી વર્ષથી GCAS મારફત એડમિશનની પ્રક્રિયા રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સરળતાથી એડમિશન મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow