સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્થળની પસંદગી હવે કરાશે.સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર કન્ટ્રી બનાવવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્સપોર્ટની તક મળશે.

થોડા સમય પહેલા જ મહેસાણામાં ઉત્તર ગુજરાાત રિજિયનની વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. તેની માફક જ જાન્યુઆરી 2026માં 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટે સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં ઈન્સપેક્સશન કરાયું છે. તેમાંથી કોઈ એક સ્થળની પસંદગી થઈ શકે છે. મારવાડી યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ સારી હોવાથી ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનું મોટાભાગે નક્કી મનાઈ રહ્યું છે.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow