મોબાઇલ ફોનનું લોકેશન ઑફ હોય તોપણ સેટેલાઇટ ટ્રેકિંગ ઓન રહે છે

મોબાઇલ ફોનનું લોકેશન ઑફ કરીને તમે એમ વિચારો છો કે હવે તમારો પર્સનલ ડેટા સુરક્ષિત છે તો તમે ખોટા છે. લોકેશન ઑફ કરવાથી ફક્ત મોબાઇલ એપ્સના લોકેશન બંધ થાય છે. મોબાઇલ ફોનને ટાવર કે વાયરલેસ નેટવર્કથી ટ્રેક કરી શકાય છે. તેને સેટેલાઇટ ટ્રેકિંગ અને તે થકી મળતા ડેટાને સેટેલાઇટ ડેટા કહે છે.
દુનિયાભરમાં અનેક સરકારો અને કંપનીઓ આ સેટેલાઇટ ડેટાથી લોકોના ખર્ચ કરવાની પદ્ધતિ, આરોગ્ય, નાણાકીય સ્થિતિ અને લોકેશન ટ્રેક કરે છે. થોડાં વર્ષ પહેલાં જર્મનીના એક નેટા માલ્ટ સ્પિટ્સે એક મોબાઇલ કંપની પર ડેટા ટ્રેકિંગને લગતો કેસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે લોકેશન ઑફ રાખ્યા પછી પણ તેમની ખાનગી માહિતી લીક થતી રહી. 6 જ મહિનામાં મોબાઇલ કંપનીએ તેમના લોકેશનની 35 હજાર વિગત ભેગી કરી લીધી હતી.
હકીકતમાં દરેક મોબાઇલ નેટવર્ક, લોકલ ટાવર અને સેટેલાઇટ સાથે જોડાયેલું હોય છે. મોબાઇલ ફોનમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) થકી લોકેશન ટ્રેક થાય છે. પછી તેનો ડેટા પ્રોસેસ થઇને નેશનલ મેરિટાઇમ ઇલેક્ટ્રોનિક એસોસિયેશન (એનએમઇએ) પાસે પહોંચે છે. એનએમઇએનું હેડ ક્વાર્ટર ન્યૂયોર્કમાં છે, પરંતુ જો દુનિયાના કોઇ પણ મોબાઇલનો ડેટા જોઇતો હોય તો તે અહીંથી મળી શકે છે. એનએમઇએ દુનિયાભરમાં ફીઝની સાથે મોબાઇલ ડેટા પણ વેચે છે. તેના ખરીદારો મુખ્યત્વે કંપનીઓ અને સરકાર હોય છે.
વર્ષ 2016માં ગૂગલે ઇન્ડસ્ટ્રીને જીએનએસએસ ડેટાનો ઓપન એક્સેસ આપ્યો હતો. દુનિયાભરના લગભગ તમામ જીપીએસ ડિવાઇસ ગૂગલ મેપ્સના આધારે ચાલે છે. લોકેશન શેરિંગ વિવાદ પછી ગૂગલે એક્સેસ સીમિત કરી દીધું છે. આમ છતાં, જીએનએસએસ દ્વારા ડેટાનો ઉપયોગના વિવાદ થતો રહે છે કારણ કે, મોબાઇલ જીએનએસએસ ચિપ સેટથી મોબાઇલ લોકેશન સતત કાઢે છે. દુનિયાભરના મોબાઇલ યુઝર્સને ખબર નથી હોતી કે તેમનો ડેટા ક્યાં સ્ટોર કરાઇ રહ્યો છે.
સેટેલાઇટ ટ્રેકિંગ થકી ડેટા ગ્લોબલ થઇ ગયો છે. યુરોપમાં સ્ટ્રાઇક 3 મોબાઇલ સર્વેલન્સ નેટવર્ક દ્વારા દુનિયાભરના મોબાઇલ ફોનના ટ્રેકિંગની યોજના હતી, જેને લઇને વિવાદ વધતા યુરોપિયન યુનિયને તે પાછી ખેંચવી પડી હતી.
ઉપયોગ પછી બ્લૂ ટૂથ અને જીપીએસ બંધ કરી દો
- {મોબાઇલમાં લોકેશનનો ઓપ્શન હોય છે. કેબ બુકિંગ વગેરેમાં તેની જરૂર પડે છે. તેને કામ પતી ગયા પછી બંધ કરવું જોઇએ.
- બ્લૂ ટૂથ અને જીપીએસ ઓપ્શનને ચેક કરતા રહો. તે બિનજરૂરી ઓન ના રહેવા જોઇએ. તેમાંથી ડેટા લીક થઇ શકે છે.
- લોકેશન, જીપીએસ, બ્લૂ ટૂથ બંધ રાખવાથી તમે થર્ડ પાર્ટી એપ જેવી કે ફેસબુક, વૉટ્સએપ પર ડેટા લીકથી બચી શકો છો.
- પર્સનલ ઇન્ફર્મેશન શેર ના કરો. તે ડીલિટ થયા પછી પણ રેપ્લિકેટ થઇ જાય છે.
- - અભિષેક ધાભાઇ, સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ.