સરકારી શિક્ષક સરોજે ઉમેદવારો માટે મુરારી-પ્રદિપને ભેગા કરાવ્યાં

સરકારી શિક્ષક સરોજે ઉમેદવારો માટે મુરારી-પ્રદિપને ભેગા કરાવ્યાં

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરિક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં ઓડિસાના એક શખ્સની ધરપકડ બાદ આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીના તા.10મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલો આરોપી સરોજકુમાર ઓડિસામાં સરકારી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેણે કેન્ડિડેટ મળી રહે તે માટે કાૈભાંડના મુખ્ય સુત્રધાર પ્રદિપકુમાર સાથે આરોપી મુરારી પાસવાનનો સંપર્ક કરાવ્યો હતો.

તપાસ અધિકારીએ આજે આરોપી સરોજકુમાર સીમાચંલ માલુ (રહે.ચંન્દ્રપુર, ઓડિસા)ને અદાલત સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, આરોપી સરોજકુમાર લાંબા સમયથી મુખ્ય આરોપી પ્રદીપ નાયકના સંપર્કમાં હતો એટલે આ કાૈભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે ? તેની તપાસ કરવાની છે. આરોપી મુરારી તેમજ શ્રદ્ધાકર લુહાની સાથે કેટલા સમયથી સંપર્કમાં હતો ? તેની તપાસ કરવાની છે. રિમાન્ડ અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow