વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળના સાઈએ ટ્રક ઘુસાડ્યો!

વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળના સાઈએ ટ્રક ઘુસાડ્યો!

અમેરિકામાં મંગળવારે એક 19 વર્ષીય વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસેના સુરક્ષા અવરોધમાં ટ્રકને ટક્કર મારી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે. 'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, આરોપીની ઓળખ ભારતીય મૂળના સાઈ વર્ષિત કંડુલા તરીકે થઈ છે. તે અમેરિકાના મિઝોરીમાં રહે છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, બેરિયરને ટક્કર માર્યા બાદ વર્ષિત ટ્રકમાંથી બહાર આવ્યો અને નાઝી ધ્વજ લહેરાવવા લાગ્યો.

પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે સરકાર પર નિયંત્રણ રાખવા અને રાષ્ટ્રપતિ જો બાઇડેનની હત્યા કરવા માગતો હતો. આ માટે 6 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હતા. સિક્રેટ સર્વિસના જણાવ્યા અનુસાર વર્શિથે કાયદાકીય દસ્તાવેજો આપીને વર્જીનિયાથી આ ટ્રક ભાડે લીધો હતો.

આરોપીઓએ વ્હાઈટ હાઉસ નજીક લાફાયેટ સ્ક્વેરના નોર્થ બેરિયરને ટક્કર મારી હતી. વર્શિથ નાઝી સમર્થક છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે હિટલરથી ઘણો પ્રભાવિત હતો, કારણ કે તે એક શક્તિશાળી નેતા હતો. ટ્રકમાંથી કોઈ હથિયાર કે વિસ્ફોટકો મળ્યા નથી.

એક પ્રત્યક્ષદર્શી ક્રિસ જાબોજીએ જણાવ્યું કે ડ્રાઈવરે બે વાર બેરિયરને ટક્કર મારી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જીન પિયરે કહ્યું - ઘટના સમયે રાષ્ટ્રપતિ બાઇડેન વ્હાઇટ હાઉસમાં હતા. આ ઘટના અંગે તેમને જાણ કરવામાં આવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow