સાઉદી અરબમાં મહિલાઓમાં પોલ ડાન્સ લોકપ્રિય

સાઉદી અરબમાં મહિલાઓમાં પોલ ડાન્સ લોકપ્રિય

એક સમયે સાઉદી અરબમાં મહિલાઓ સામે આકરા પ્રતિબંધો હતા, પરંતુ હવે આ દેશમાં પણ આધુનિકતાને સ્વીકારવાનો સમય ચાલી રહ્યો છે. અહીં પણ મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. હિજાબના પ્રતિબંધો તોડી ચૂકેલી નોકરી કરતી મહિલાઓ નાના વાળનો ટ્રેન્ડ અપનાવી ચૂકી છે. હવે અહીં બીજું એક પરિવર્તન જોવા મળી રહ્યું છે, જે છે મહિલાઓમાં પોલ ડાન્સનો સતત વધતો ક્રેઝ.

યુવા મહિલાઓ ના ફક્ત પોલ ડાન્સ શીખવા ઇચ્છે છે, પરંતુ એ વિશે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો શેર કરીને લોકોની પ્રતિક્રિયા પણ ઇચ્છે છે. મહિલાઓને આશા છે કે, લોકો પોલ ડાન્સ પસંદ કરશે અને સકારાત્મક વલણ પણ અપનાવશે.

હજુ થોડા સમય પહેલાં જ સાઉદીના એક યોગ શિક્ષક નાડાએ પોલ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું, તો તેણે રૂઢિવાદી લોકોની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તે હજુ તેમાંથી બહાર આવવા પ્રયત્નશીલ છે. સાઉદીની રાજધાની રિયાધમાં નાડાના પરિવારજનો અને મિત્રોએ તેમને પોલ ડાન્સ વિશે અનેક નકારાત્મક વાત કહી છે.

સામાન્ય રીતે પોલ ડાન્સને હોલિવૂડ ફિલ્મોમાં સ્ટ્રિપ ક્લબો સાથે જોડીને જ બતાવાયો છે. આ વિરોધ છતાં 28 વર્ષીય નાડાએ પીછેહટ નથી કરી. તે જિમમાં બીજી અનેક યુવતીઓને પોલ ડાન્સ શીખવી રહી છે. અન્ય એક જિમ માલિક અલ-યોસેફ કહે છે કે, અહીંના લોકોને પોલ ડાન્સ નવો લાગે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow