રૂપિયો 89.79 સુધી ગગડ્યો, સૌથી નીચલા સ્તરે
રૂપિયો આજે (23 સપ્ટેમ્બર) ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. કારોબાર દરમિયાન રૂપિયો 34 પૈસા ઘટીને ₹89.79 ના સ્તરે આવી ગયો હતો. આ 2 અઠવાડિયા પહેલાના ઓલ-ટાઇમ લો (89.66) ને પાર કરી ગયો. 21 નવેમ્બરે રૂપિયો 98 પૈસા ઘટ્યો હતો.
ઘરેલું શેરબજારોમાં ઘટાડો અને સતત વિદેશી ભંડોળની ઉપાડને કારણે રૂપિયા પર દબાણ આવ્યું છે. સવારે રૂપિયો 89.45 પ્રતિ ડોલરના સ્તરે ખુલ્યો હતો. જ્યારે શુક્રવારે ડોલર સામે રૂપિયો 9 પૈસાના ઘટાડા સાથે 89.45 પર બંધ થયો હતો.
2025માં અત્યાર સુધી રૂપિયો 4.77% નબળો પડ્યો
રૂપિયો 2025માં અત્યાર સુધી 4.77% નબળો પડી ચૂક્યો છે. 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલર સામે 85.70ના સ્તરે હતો, જે હવે 89.79ના સ્તરે પહોંચી ગયો છે.
રૂપિયામાં ઘટાડાથી આયાત કરવી મોંઘી થશે
રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે. આ ઉપરાંત, વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે.
ધારો કે જ્યારે ડોલર સામે રૂપિયાની કિંમત 50 હતી, ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળતો હતો. હવે 1 ડોલર માટે વિદ્યાર્થીઓને 89.79 રૂપિયા ખર્ચ કરવા પડશે. આનાથી વિદ્યાર્થીઓ માટે ફીથી લઈને રહેવા-જમવા અને અન્ય વસ્તુઓ મોંઘી થઈ જશે.