રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે 'પ્રેમ' સાથેના સંબંધનો ખુલાસો કર્યો!

રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે 'પ્રેમ' સાથેના સંબંધનો ખુલાસો કર્યો!

સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરને બોલિવૂડમાં કરિયર બનાવવાની કોઈ યોજના નહોતી. તે રોમાનિયામાં પોતાનું કરિયર બનાવી રહી હતી, પરંતુ જ્યારે તે ડબલિનમાં 'બોડીગાર્ડ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાનને મળી, ત્યારે તેણે મુંબઈ આવવાનું નક્કી કર્યું. કહેવાય છે કે, સલમાન ખાને ખુદ યુલિયા વંતુરને મુંબઈ બોલાવી હતી. 2011માં યૂલિયા તેના બોયફ્રેન્ડ સાથે મુંબઈ આવી હતી, પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી સલમાન ખાને તેની ઘણી મદદ કરી.

સલમાન ખાન અને યુલિયા વંતુર વચ્ચે ઘણાં વર્ષોથી અફેર હોવાના અહેવાલો છે. બંને ઘણી વખત ઈવેન્ટ્સ, પાર્ટી અને ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા છે. લોકડાઉન દરમિયાન તે સલમાન સાથે તેના ફાર્મહાઉસમાં પણ રહી હતી.

તેમના લગ્ન વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. જોકે યુલિયા વંતુરના લગ્ન વિશે એવો દાવો કરવામાં આવે છે કે તેણે રોમાનિયન ગ્રેમી-નોમિનેટેડ સિંગર મારિયસ મોગા સાથે લગ્ન કર્યાં હતાં. લગભગ 4 વર્ષ સાથે રહ્યા બાદ બંને અલગ થઈ ગયાં હતાં.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow